Jyan Gnani Avi Male

જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
અપૂર્વ ટાણું ના ફરી કદી પામ્યો અહો તુજ ભાગ
અપૂર્વ ટાણું ના ફરી કદી પામ્યો અહો તુજ ભાગ
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે

મુરલી તાને ફણીધર જ્ઞાની ખીલે મન
મુરલી તાને ફણીધર જ્ઞાની ખીલે મન
કાય દાસી વિશ્વસ્વામિની ચિત્ત શુદ્ધે સંલગ્ન
કાય દાસી વિશ્વસ્વામિની ચિત્ત શુદ્ધે સંલગ્ન
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે

કક્કોય જાણું નહીં એ જ સૂત્ર ઉર ધરી
કક્કોય જાણું નહીં એ જ સૂત્ર ઉર ધરી
દષ્ટિ સેવા ફળ કૃપા એ જ પંથ કેવળી
દષ્ટિ સેવા ફળ કૃપા એ જ પંથ કેવળી
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે

ક્ષણ અસંગ જ્ઞાની સંગ કોટિ કોટિ કુસંગ
ક્ષણ અસંગ જ્ઞાની સંગ કોટિ કોટિ કુસંગ
અસંગ કેવળ જ્ઞાનીના પ્રત્યક્ષ પરોક્ષ સંગ
અસંગ કેવળ જ્ઞાનીના પ્રત્યક્ષ પરોક્ષ સંગ
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે

આવો છું પણ સર્વસ્વ રાખો ચરણે આપ
આવો છું પણ સર્વસ્વ રાખો ચરણે આપ
જગતે જેને ફેંકી દીધું કોણ તુજ વિણ બાપ
જગતે જેને ફેંકી દીધું કોણ તુજ વિણ બાપ
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે

અહો અહો સ્વ ભાન દીધું અડતા જ સુચરણ
અહો અહો સ્વ ભાન દીધું અડતા જ સુચરણ
એ દાદા ના ચરણોમાં હો સર્વસ્વ અર્પણ
એ દાદા ના ચરણોમાં હો સર્વસ્વ અર્પણ
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
અપૂર્વ ટાણું ના ફરી કદી પામ્યો અહો તુજ ભાગ
અપૂર્વ ટાણું ના ફરી કદી પામ્યો અહો તુજ ભાગ
જ્યાં જ્ઞાની આવી મલે નાખ પડતું ત્યાં જ
જ્યાં જ્ઞાની આવી મલે
જ્યાં જ્ઞાની આવી મલે
જ્યાં જ્ઞાની આવી મલે



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link