Trimandir Ma Chalya Kare

ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી

લોકો અહીં આવીને દર્શન કરે નિશ્ચય ને વ્યવહારથી
આનંદ સહુનો વધે સંપૂર્ણ શાંતિ મળે દાદાના દ્વારથી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી

સીમંધર સ્વામી દાદા નીરુમા દૈવી દેવતાઓ ને તીર્થંકરોની
સૂક્ષ્મ હાજરી વર્તાયે
સૂક્ષ્મ હાજરી વર્તાયે
અહીં આનંદની નથી કોઈ સીમા
અહીં ત્યોહાર છે બારે મહીના અહીં મોક્ષ ગીતો ગવાયે આત્માની ભક્તિકરાયે
આનંદ સહુનો વધે સંપૂર્ણ શાંતિ મળે દાદા દ્વારથી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી

અહીં સાઈ બાબા અહીં કૃષ્ણ ભગવંત અહીં પર મહાદેવના થાયે દર્શન
ૐ નમઃ શિવાયે
ૐ નમઃ શિવાયે
આવે અહીં ભિન્ન જાતિના લોકો
દર્શન કરી તૃપ્ત ઉલ્લાસ નોખો અનેરો અનુભવ થાયે તત્ત્વને સ્પર્શી જવાયે
આનંદ સહુનો વધે સંપૂર્ણ શાંતિ મળે દાદા ના દ્વારથી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી

ત્રિમંદિર છે મુક્તિનું મંદિર અહીંથી છે મુક્તિનો માર્ગ ખુલ્લો
અહીંથી મોક્ષે જવાયે
અહીંથી મોક્ષે જવાયે
દાદાની કૃપાથી જ્ઞાન પામી
પાંચ આજ્ઞા દાદાની પાળી એક અવતારી થવાયે જીવન ધન્ય કરાયે
છુટકારો કાયમનો
છુટકારો કાયમનો મળે આ સંસારથી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી
લોકો અહીં આવીને દર્શન કરે નિશ્ચય ને વ્યવહારથી
આનંદ સહુનો વધે સંપૂર્ણ શાંતિ મળે દાદા દ્વારથી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી
ત્રિમંદિરમાં ચાલ્યા કરે જ્ઞાન વિજ્ઞાનની આરતી
જ્ઞાન વિજ્ઞાનની આરતી
જ્ઞાન વિજ્ઞાનની આરતી

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link