Bandh Kar Natak

બંધ કર નાટક તું, વિધુશક બની કમલ
બંધ કર નાટક તું, વિધુશક બની કમલ

જો બધાં હસીને ચાલ્યા ગયા હવે
ના ચાડિયો બની તું, ઊભો રહે કમલ
પંખી બધાં ચણીને ઉડી ગયા હવે
બંધ કર નાટક તું, વિધુશક બની કમલ

નિષ્ફળ પ્રણય ની કેવી આ નિશાની કમલ?
નિષ્ફળ પ્રણય ની કેવી આ નિશાની કમલ?
સૂતા એ ચૈન થી 'ને તું જાગ્યા કરે હવે

બંધી બનાવે એવો, પ્રેમ ના કરીશ કમલ
બંધી બનાવે એવો, પ્રેમ ના કરીશ કમલ
Mumtaz ને આ Taj પણ ગમતો નથી હવે
બંધ કર નાટક તું, વિધુશક બની કમલ

મદિરા પીવાની આરઝું, કેવી હતી કમલ?
મદિરા પીવાની આરઝું, કેવી હતી કમલ?
પીતો નથી 'ને છતાં ભૂલતો નથી હવે

આશા હતી કે આસ્થા, એની તને કમલ?
આશા હતી કે આસ્થા, એની તને કમલ?
પીઠામાં જઈને શોધે તું, તારો ખુદા હવે
બંધ કર નાટક તું, વિધુશક બની કમલ

ઈશ્વર ભરોષો તે કર્યો, આખો જનમ કમલ
ઈશ્વર ભરોષો તે કર્યો, આખો જનમ કમલ
તો પણ તને જો છેતર્યો, પથ્થર બની હવે

કેવી હશે સફલ, આ જીવન તણી કમલ
કેવી હશે સફલ, આ જીવન તણી કમલ
ચોપાટી થી જાશે એ, ચંદન વાડી હવે
બંધ કર નાટક તું, વિધુશક બની કમલ

જો બધાં હસીને ચાલ્યા ગયાં હવે
ના ચાડિયો બની તું, ઊભો રહે કમલ
પંખી બધાં ચણીને ઉડી ગયાં હવે
બંધ કર નાટક તું, વિધુશક બની કમલ



Credits
Writer(s): Kamlesh Sonawala, Pankaj Udhas
Lyrics powered by www.musixmatch.com

Link