Geet Gulabi

તું જ્યારે બોલે ત્યારે
વાતો દિલ ની ખોલે ત્યારે
ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી

હું કઈ બોલું, કે ના બોલું
તું કઈ બોલે કે ના બોલે
ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી

મળવુંતો એક બહાના જેવું
રેલાતી સુગંધ જેવું
વાતો માંથી કોઈ વાત મળે ને

ખોવાયેલો કોઈ તાર જળે ને
ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી

સાથે રેહવું સાકર જેવું
સરકી પડતા ચાકડ જેવું
આંખો માં આંખુ પૂર મળે ને
સ્મિત માં સાચો સુર ચડે ને

ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી



Credits
Writer(s): Rushi Vakil, Chintan Naik
Lyrics powered by www.musixmatch.com

Link