Kaun Halave Limdi

તુનક, તુનક, તુંનારા
તુનક, તુનક, તુંનારા
તુનક, તુનક, તુંનારા
તુનક, તુનક, તુંનારા

કોણ હલાવે લીંબડી, ને કોણ ઝુલાવે પીપળી
(કોણ હલાવે લીંબડી, ને કોણ ઝુલાવે પીપળી)
ભાઇની બેની લાડકી, ને ભઇલો ઝુલાવે ડાળખી
(ભાઇની બેની લાડકી, ને ભઇલો ઝુલાવે ડાળખી)

એ, લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય

(લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે)
(લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે)

કોણ હલાવે લીંબડી, ને કોણ ઝુલાવે પીપળી
(ભાઇની બેની લાડકી, ને ભઇલો ઝુલાવે ડાળખી)
ભાઇની બેની લાડકી, ને ભઇલો ઝુલાવે
(બેનડી ઝૂલે) ભાઇલો ઝુલાવે ડાળખી

એ, પંખીડા, પંખીડા, ઓરા આવો, એ, પંખીડા
બેની નાની હીંચકે હીંચે, ડાળીયું તું ઝુલાવ
બેની નાની હીંચકે હીંચે, ડાળીયયો તું ઝુલાવ

પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો

કોણ હલાવે લીંબડી, ને કોણ ઝુલાવે પીપળી
(ભાઇની બેની લાડકી, ને ભઇલો ઝુલાવે ડાળખી)
ભાઇની બેની લાડકી, ને ભઇલો ઝુલાવે
ભાઇની બેની લાડકી, ને ભઇલો ઝુલાવે
(બેનડી ઝૂલે) ભાઇલો ઝુલાવે ડાળખી



Credits
Writer(s): Traditional, Sanjay Dhakan
Lyrics powered by www.musixmatch.com

Link