Jalsa Kar (Version 1)

બાપુ, બેસે, દોડે, સુવે, જાગે, જીવે

મરે, આનાથી મને કાય ફરક નથી પડતો
પણ હૂ મારી ફરજ સમજી ને
તને કાઇ કરવા માટે કવ છુ
તારે આવુ કરવુ હોય તો
કર, નહિતર તેલ લેવા જા

જીંદગી આ નાની છે, પુરી વસુલ કર

દુનિયા ની તુ છોડી ને પોતાની ચિંતા કર
થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર
આ સલાહ માન મારી વિચારીયા વગર
જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર)

લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર

(લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(Music break)

પડોશી ની બારી સામે ચીશો પાડી નાચ

રમીને ની ક્રિકેટ ઍના તોડી નાખ કાંચ
ઍનુ છાપુ ખેચી રોજ ઍનિ પેહલા વાંચ
જો આનાકાની કરે તો દઈ દે ગાળો પાંચ
ઍનિ મોટી છોકરી જોડે ભટક્યા કર
પડોશી જાઇ તેલ લેવા જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(----------)

રોજ ઉઠી બાપ જોડે બસ્સો રૂપિયા માંગ
ના પાડે તો પાકીટ માથી પૈસા ચોરી ભાગ
ગુસ્સે થાય તોય પિક્ચર જોવા આખી રાત જાગ
બીડી ઍમની ફૂકી દેજે જ્યારે મળે લાગ
કહીયુ ના ઍમનુ માન્યા
કર, બાપા જાઇ તેલ લેવા
જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(-----------)

બૈરી જોડે રોજે રોજ કર તકરાર
રોવે કકડે ના ઍનિ કર દરકાર
વીના વાંકે ડાબા ગાલે ધોલ ફટકાર
સામી થવા જાઇ તો કાઢી મુક ઘર બાર
ઍનિ સામે બીજી જોડે નખરા કર
બૈરી જાઇ તેલ લેવા જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(Music break)

ચાલુ ક્લાસે ગીતો ગાઈ સિસોટી વગાડ

ચોપડીઓ મા કરિશ્મા ના ફોટાઓ લગાડ
ગમે તેવુ ચિત્રી સ્કૂલ ની ભીતો ને બગાડ
હેરાન કરી માસ્ટર ને ઉભી પૂછે ભગાડ
પરીક્ષા મા પેપર કોરુ છોડ્યા કર
ભણતર જાઇ તેલ લેવા જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(------------)

નૌકરી માથી ગુલ્લી મારી પિક્ચર જોવા જા
ઑફીસ મા લેડી ટાઇપિસ્ટ ની સામે ગીતો ગા
ઑફીસ ખર્ચે વારંવાર પીવા જજે ચા
બૉસ બોલ તો કઈ દે ભાઈ ડાયો બહુ ના થા
દર મહિને વીસ રજા પાડ્યા કર
નૌકરી જાઇ તેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(------------)

ખૂબ પૈસા કમાઈ ને પણ ઇનકમ ટૅક્સ ના ભર
નકલી પાસપોર્ટ ઉપર આખી દુનિયા મા ફર
ગેર કાયદે જમીન ઉપર બાંધ મોટુ ઘર
બૅંકો નુ ગોટાડા કરી ઉઠમણૂ કર
પકડવા ની બીક થી જરા ના ડર
કાયદો જાઇ તેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(Music break)

પૈસા પાછા આપ નહી માંગી ને ઉધાર

ખોટા ખર્ચા કરી રોજ દેવુ ખૂબ વધાર
જે સામો મળે ઍને બાટલા મા ઉતાર
ભલે લોકો કહે તને ગામ નો ઉતાર
લોકો ના પૈસે લીલા લેહેર કર
આબરૂ જાઇ ટેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(------------)

શરીર ભલે વધે તોય ખાવા મા રાખ ના કચાસ
પેટ ભલે બગડે પણ ખાજે ભજીયા પચાસ
વા વાયુ થાઈ તોય ખાજે ખૂબ ખટાશ
શરદી ભલે હોય પીજે ઠંડા લસ્સી છાશ
દારૂ પીને બીડીઓ ફૂક્યા કર
તબિયત જાઇ તેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(------------)

ટ્રાફ્ફિક સિગ્નલ તોડી ગાડી બેફામ ભગાવ

ઑવર્ટેક કરી ને જોર થી બ્રેકો બહુ લગાવ
ટક્કર મારી વચ્ચે આવતા વાહનો ફગાવ
હૉર્ન મારી મોડી રાતે લોકો ને જગાવ
રસ્તા વચ્ચે ગાડી પાર્ક કરિયા કર
પોલીસ જાઇ તેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(Music break)

ફૅશન કરવા ગમે તેવા કાઢજે ગાન્ડા

બરમુડા પેહરી લટકતા રાખજે નાડા
વાળ અડધા ઉભા અડધા રાખજે આડા
રાતેય પેહરી ની ફર્જે ગૉગલ્સ જાડા
ના આવડે તોયે અંગ્રેજી મા વાતો કર
શરમ જાઇ તેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(-----------)

મોટે થી ખોખાર ભલે લોકો જુવે ચાર
ચા કૉફી પિતા પિતા સબડકા માર
કાન ખંજાવાડ નાખી પેન્સિલ ની ધાર
ગન્દુ નાક લુછ હાથ વડે વારંવાર
મો કોઈ બગાડે ઍનિ પરવા ના કર
મૅનર્સ જાઇ તેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(------------)

બોમ્બ ફૂટે ચારે બાજુ ને લોકો મરે
સરકાર જોઈ રહી ને કસુ ના કરે
દેશ ના પૈસે પ્રધનો પોતાના પેટ ભરે
ગરિબડી પ્રજાની વાતો કાને કોણ ધરે
કઈક કરવુ જોઈયે આવો વિચાર ના કર
દેશ જાઇ તેલ લેવા, જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર
લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

(----------)

આ બધી વાતો ને ના કાને ધરતો
મારૂ કહેલુ પાછુ જોજે કરતો
માફ કરજે મને ને કરજે જતો
હૂ તો ખાલી ગમ્મત ખાતર હસતો હતો
તોય જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર

(જલ્સા કર બાપુ જલ્સા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર)

લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર

(લટકા કર બાપુ મટકા કર
જાઇ બધા તેલ લેવા જલ્સા કર.)

End



Credits
Writer(s): Raju Singh, Devang Patel
Lyrics powered by www.musixmatch.com

Link