Jag Ne Jadva

હે, જાગને જાદવા
કૃષ્ણ ગોવાળિયા, "તુજ વિના ધેનમાં કોણ જાશે?"
(એ, જાગને જાદવા)

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે?
(હે, જાગને જાદવા)

દહીંતણા, દહીંથરા, ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે?
(હે, જાગને જાદવા)

એ, હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ લેશે?
(હે, જાગને જાદવા)

જમુના ને તીરે ગૌ ધાણા ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વાહશે?
(હે, જાગને જાદવા)
હે...
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંહેડી કોણ શાશે?
(હે, જાગને જાદવા)
કૃષ્ણ ગોવાળિયા, "તુજ વીણા ધેનમાં કોણ જાશે?"
(હે, જાગને જાદવા)
હે, જાગને જાદવા
(હે, જાગને જાદવા)



Credits
Writer(s): Kaumudi Munshi, Narsinh Mehta
Lyrics powered by www.musixmatch.com

Link