Tame Mann Mukine Varasya

તમે મન મૂકીને વરસ્યાં
અમે જનમ-જનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં
અમે જનમ-જનમના તરસ્યાં
તમે મન મૂકીને વરસ્યાં
અમે જનમ-જનમના તરસ્યાં

હજાર હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
હજાર હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, અમે રહ્યા અજ્ઞાની
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, અમે રહ્યા અજ્ઞાની

તમે અમૃત રુપે વરસ્યાં
અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં
તમે મન મૂકીને વરસ્યાં
અમે જનમ-જનમના તરસ્યાં

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ન પિછાણી
એ વાણીની પાવનતાને અમે કદી ન પિછાણી

તમે મહેરામણ થઈ ઉમટયાં
અમે કાંઠે આવી અટકયાં
તમે મન મૂકીને વરસ્યાં
અમે જનમ-જનમના તરસ્યાં

સ્નેહલ ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
સ્નેહલ ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતી તમે જલાવી
આતમ ઉજ્જ્વળ કરવા
પ્રેમની જ્યોતી તમે જલાવી
આતમ ઉજ્જ્વળ કરવા

તમે સૂરજ થઈને ચમક્યા
અમે અંધારામાં ભટક્યા
તમે મન મૂકીને વરસ્યાં
અમે જનમ-જનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં
અમે જનમ-જનમના તરસ્યાં



Credits
Writer(s): C Vanveer, Jotindra Bhat
Lyrics powered by www.musixmatch.com

Link