Meghdhanush Tu Haiya Nu Mara

सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके
शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते
ઓ... (सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके
शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते)

કે સાથે-સાથે
કે સાથે-સાથે ચાલી, વાતે-વાતે મારી
જીવન નો મોટો અવસર તું
આછા-આછા રંગો, મીઠી-મીઠી બોલી
તારું નામ ઉજવતી કેસર તું

હાં, પેહલા પ્રેમ ની આહટ છે તું પેહલી મારી ચાહત તું
તું આવે તો મૌસમ મલકે, પ્રેમની પેહલી વાછટ તું

ખાટી-મીઠી, કાચી-પાકી, મારી પેહલી પ્રીત તું
ગુંજયા કરે જે મન માં એ ગીત તું

મેઘધનુષ તું હૈયા નું મારા, તું તાજગી છે શ્વાસો ની
મહેફિલ ની મારા તું છે ઘઝલ ને, તું ચાંદીની છે રાતો ની
મન માં તને હું સાચવી રાખું, ભીની મહેક તું વાતો ની

મેઘધનુષ તું હૈયા નું મારા, તું તાજગી છે શ્વાસો ની
(सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके
शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते)

હો, હૈયા ની રાહત છે તું, ગમતી તું આદત છે
મારા આ પાગલ મન ની પેહલી તું ઈબાદત છે
પળ માં તું એક ઉખાળુ, પળ માં તું સાદગી
દુઆ જેવી નિર્મલ-કોમળ તુંજ મારી બંદગી
ઉમંગો ને, તરંગો ને, સોનેરી પ્રસંગો નામે કરી દઉં તારા આ જિંદગી

મેઘધનુષ તું હૈયા નું મારા, તું તાજગી છે શ્વાસો ની
મહેફિલ ની મારા તું છે ઘઝલ ને, તું ચાંદીની છે રાતો ની
આવ તને હું જાત ઓઢાડું, સાચવું સૌની આંખો થી

सा रे गा रे सा रे गा रे सा
प म म ग ग रे म ग
सा रे गा सा रे गा रे सा
प म म ग ग रे म ग म रे ग म प
प प प ग म म म म म रे गा
ग रे ग रे सा रे गा मा

એ...
મેં તું કહીં દે તે સાચું ને, તું માંગે તે આપું
આ નાજુક પલ ની સામે નાનું છે જગ આખું
દિવસો આ અવસર જેવા, ઉત્સવ જેવી રાતો
ખારી ખાટી આમલી ની ગલચટ્ટી એ વાતો

સાથે ચાલે સાથે વહાલે એ મિત નું
જન્મો જન્મ હું માંગુ એ પ્રીત તું

મહેફિલ ના મારા તું છે ઘઝલ ને, તું ચાંદીની છે રાતો ની
મન માં તને હું સાચવી રાખું, ભીની મહેક તું વાતો ની

મેઘધનુષ તું...



Credits
Writer(s): Jigar Saraiya, Sachin Jaykishore Sanghvi, Sneha Desai
Lyrics powered by www.musixmatch.com

Link