Tame Mara Sadguru

તમે મારું સર્વસ્વ
તમે મારું સર્વસ્વ તમે મારા સદ્દગુરુ
તમે મારી પૂજા તમોને નમું છું
તમે મારું સર્વસ્વ તમે મારા સદ્દગુરુ
તમે મારી પૂજા તમોને નમું છું
કોઈ મારી આંખોથી જુએ તો સમજે કયા ભાવોથી હું સમર્પણ કરું છું

નિર્મળ દષ્ટિએ કૃપાનું પરિણામ અભેદ દષ્ટિએ જ્ઞાન પરિણામ
નિર્મળ દષ્ટિએ કૃપાનું પરિણામ અભેદ દષ્ટિએ જ્ઞાન પરિણામ
જીવમાત્ર તરસે આ સહજ સ્થિતિ
કલ્યાણી ભાવાર્થની સફળ મુક્તિ
તમે મારું સર્વસ્વ તમે મારા સદ્દગુરુ
તમે મારી પૂજા તમોને નમું છું

કિંચિત્ પોતાપણું સૂક્ષ્મ અપેક્ષા હિંસક સ્પંદનો આંતરે આજ્ઞા
કિંચિત્ પોતાપણું સૂક્ષ્મ અપેક્ષા હિંસક સ્પંદનો આંતરે આજ્ઞા
સર્વે અવસ્થામાં સર્વાંગી દર્શન
સ્વયંભૂ સાક્ષાત્ સદ્દગુરુ દર્પણ
કોઈ મારી આંખોથી જુએ તો સમજે કયા ભાવોથી હું સમર્પણ કરું છું

કોઈ કરે ભક્તિ કોઈ માંગે શક્તિ કોઈ કરશે દર્શન કોઈ કરે ઘર્ષણ
કોઈ કરે ભક્તિ કોઈ માંગે શક્તિ કોઈ કરશે દર્શન કોઈ કરે ઘર્ષણ
અનાદિ અનંતથી આવું જ ચાલ્યું
અમૂલ્ય આજ્ઞાઓએ સહજ સુખ સ્થાપ્યું
તમે મારું સર્વસ્વ તમે મારા સદ્દગુરુ
તમે મારી પૂજા તમોને નમું છું

અખંડ આરાધનની અનન્ય ભક્તિ પરમ પુરુષાર્થીઓ વાત્સલ્યમૂર્તિ
અખંડ આરાધનની અનન્ય ભક્તિ પરમ પુરુષાર્થીઓ વાત્સલ્યમૂર્તિ
આપ પ્રગટ છો આપ પ્રત્યક્ષ છો
આપ પ્રગટ છો આપ પ્રત્યક્ષ છો
આપ જ મારા શુદ્ધાત્મા છો
તમે મારું સર્વસ્વ તમે મારા સદ્દગુરુ
તમે મારી પૂજા તમોને નમું છું
કોઈ મારી આંખોથી જુએ તો સમજે કયા ભાવોથી હું સમર્પણ કરું છું

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link