Moti Veraana (From Songs of Faith) [feat. Osman Mir]

હે માડી રુમ-ઝૂમ કરતી આવી
હે માડી રુમ-ઝૂમ કરતી આવી
આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી

હે માડી રુમ-ઝૂમ કરતી આવી
હે માડી રુમ-ઝૂમ કરતી આવી
ઝાંઝર ને ઝણકારે માડી સખીઓ સાથે લાવી

મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
રૂડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબેમા, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)

હે...
હે માઁ ને રમતા જોઈ હરખાવું
હે માઁ ને રમતા જોઈ હરખાવું
ઉમંગની છોડો ઉછળે છે, હરખે માઁ ને વધાવું
હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
વિવિધ જાતના, વિવિધ ભાતના ભોજનિયાં જમાડું

મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
હે, મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)

હો, પેહરી ચૂંદડી લાલમ લાલ રે આવ્યા અંબેમા
ચોકમાં ઝગ-મગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમા
ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
આશિષ દેતા જાવો રે મારી અંબેમા
જીવન ધન્ય-ધન્ય થાય, હે મારી અંબેમા
હે મારી અંબેમા
હે મારી અંબેમા
હે મારી અંબેમા... (હો)



Credits
Writer(s): Amit Trivedi
Lyrics powered by www.musixmatch.com

Link