Aavo Darshan Kariye

આવો દર્શન કરીએ પુનમે
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં

અક્રમ કેડીની રીત અતિ અતિ દુર્લભ હતી
અપૂર્વનો કી ફ્લાય વિહંગીની માર્ગીની
સત્ પ્રાપ્તિનો અનુભવ કષાયોના ક્ષયની
વીતરાગ પ્રણિત ધરમ સંવેદ સંગીનો
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં

યમ નિયમથી થાક્યો ક્રિયાકાંડમાં અટવાયો
ધર્મા ગ્રહમાં ફસાયો મિથ્યાત્વમાં વલોવાયો
આશા અભિલાષા વાટે મૂળ મારગથી થાક્યો
અક્રમ કેડીની વાટે નિરપેક્ષી નય પામ્યો
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં

આજ્ઞા ધર્મની ભક્તિ અરિહંતના આશ્રિતની
આ દાદા ભગવાનની બીજ પૂનમ પ્રાપ્તિની
કોટિ દર્શનનો સાર વીતરાગ પ્રભુનો સાર
સિમિત મન તારું ધરી દે સીમંધર સ્વામીને
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં

જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે
ભાવોથી મુક્ત જ છે એના ચિત્તને ખેંચતી તે
થાતો ઝાંખો શશી પણ પ્રભુ આપના મુખ પાસે
સૌ સૌંદર્ય ગુલાબી પ્રભુનું સ્મિત ફેલે
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં

તેજસ્વી સૌરવી સમ શોભે રૂડું મુખ પ્રભુ તમ
તુજ વિણ ના અન્ય કોઇ ચિત્ત મારું હવે હરે
લગની વિરહો વધી મહીં વહે શબ્દો તારી મહીં
ફુલે પલ પલ તારું દર્શન અહીં દૂર બેઠા જ અખંડ
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં

ઓ ચાંદ મારા સાક્ષી હાજર રહેજે તું પણ
જે ઘડીમાં પ્રભુ મુખડું જોવાનું મૂજ મિલન
સ્વ પર કલ્યાણકની શિતળ સ્થિરતા મહીંલી
દર્શનનો મર્મ પામી ક્ષેત્રાતિત મુક્તિની
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં
આવો દર્શન કરીએ પૂનમે પૂર્ણ પ્રભુના
આરાધના વધતી જો જો સત્સાધનથી ભક્તિમાં



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link