Aankhoma Vasi Gayu Chhe

આંખોમાં વસી ગયું

આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું

નિદિધ્યાસનમાં બધા ભગવાનને હસતા જોઉં

ૐ નમો અરિહંતાણં
ૐ નમો અરિહંતાણં

સીમંધર સ્વામી બિરાજે ભગવાન કેવળજ્ઞાની
પ્રત્યક્ષ હાજર આ અત્યારે મહાવિદેહ નિવાસી

અમને પણ વિતરાગ બનાવો કૃપા કરો હે સ્વામી
મોક્ષે જવાનો સિક્કો મારો હે કરુણાનિદાની
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું

ૐ નમો ભગવતે વાસુદેવાય

બાજુમાં શ્રી કૃષ્ણ વાસુદેવ શ્રીનાથજી બાલાજી
નરમાંથી એ થયા નારાયણ તેથી દુનિયા નમતી

સોળ હજાર રાણીઓ છતાં યે નૈષ્ઠિક બ્રહ્મચારી
અમને પણ બ્રહ્મચર્ય આપો બનીએ નિર્વિકારી
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું

ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

બીજી બાજુ નીલકંઠ મહાદેવ મા પાર્વતી સાથે
હસતે મુખે ઝેર પચાવી જીવે નિરાંતે
બીજી બાજુ નીલકંઠ મહાદેવ મા પાર્વતી સાથે
હસતે મુખે ઝેર પચાવી જીવે નિરાંતે
જીવ શિવનો ભેદ એ ટાળી આતમ દ્રષ્ટિ આપે
જ્ઞાની પુરૂષ એ સૌને મળજો રહેજો સદાય માથે
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું

ૐ નમો વિતરાગાય
ૐ નમો વિતરાગાય

ભૂત અને ભાવિ તીર્થંકર પણ અહીંયા બિરાજે
મોક્ષમાર્ગના બીજ પડે જે દર્શન કરવા આવે
ભૂત અને ભાવિ તીર્થંકર પણ અહીંયા બિરાજે
મોક્ષમાર્ગના બીજ પડે જે દર્શન કરવા આવે
થાય અનુસંધાન બધાનું એમની સાથે એવું
મોક્ષનો સાંધો મળી જવાનો એ નક્કી થઈ જાતું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું

ૐ નમો વિતરાગાય
ૐ નમો વિતરાગાય

સાથે ઘણા છે નિષ્પક્ષપાતિ શાસન દેવી દેવો
મોક્ષમાર્ગમાં રક્ષણ આપે દર્શન કરે જે જીવો

પ્રાકૃતિક શક્તિઓ ખીલવો વ્યવહાર ઉંચો લાવો
મૃદુ ત્રૃજુ સરળતા લધુતા સૌ ગુણો પ્રગટાવો
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું

જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ

ત્રિમંદીરના દર્શનથી થાય પૂરા તીરથધામ
ઘેર બેઠા ગંગા મળી હવે ભટકું હું શું કામ
ત્રિમંદીરના દર્શનથી થાય પૂરા તીરથધામ
ઘેર બેઠા ગંગા મળી હવે ભટકું હું શું કામ
આત્મજ્ઞાનીથી કેવળજ્ઞાની અહીં બધા બિરાજે
મોક્ષ માર્ગના ભોમિયા છે આ નમું હું વારે વારે
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું
આંખોમાં વસી ગયું છે દાદાનું ત્રિમંદીર એવું

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link