Guru Purnima

પૂર્ણ સ્વરૂપે દાદા ગુરુપૂર્ણિમા ૨૦૧૯

ગુરુપૂનમનો આ દિવસ અમૂલો પૂર્ણ સ્વરૂપે દાદા
ઝળહળતો આ પારસમણિ જો પૂર્ણ સ્વરૂપે દાદા
બીજનો આનંદ જોયો પૂનમનો વૈભવ છે આ
સ્વરૂપે ખીલી દાદા પૂર્ણિમા કેવળના દર્શન થાય
એ જે સ્વરૂપ છે મારું જ સ્વરૂપ હું ને દાદા એક જણાય
ચાખ્યો એ પ્રેમ જે દાદાએ આપ્યો શુદ્ધની વ્યાખ્યા સમજાય
આંખોમાં નૂર વીતરાગતાનું જોવા મળ્યું એ છે કમાઈ
સ્વરૂપે ખીલી દાદા પૂર્ણિમા કેવળના દર્શન થાય
એ જે સ્વરૂપ છે મારું જ સ્વરૂપ હું ને દાદા એક જણાય

પ્રતાપ જુઓ સૂર્ય જેવો આ પૂર્ણ સ્વરૂપે દાદા
અને ચંદ્ર જેવી છે શીતળતા આ પૂર્ણ સ્વરૂપે દાદા
આવા દાદા મળ્યા મળ્યું બધું પૂરી થઈ શોધ તમામ
દાદાના રંગે રંગાયા મહાત્મા બીજો રંગ ચડે નહીં ક્યાંય
હાથ ઝાલ્યો દાદાએ એવો મોક્ષ વિના છોડે નહીં ક્યાંય
આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ પૂરો થશે મોક્ષમાર્ગ
દાદા કહે આ એકી સાદે અમે છીએ સહુની સાથ
દાદાના રંગે રંગાયા મહાત્મા બીજો રંગ ચડે નહીં ક્યાંય
હાથ ઝાલ્યો દાદાએ એવો મોક્ષ વિના છોડે નહીં ક્યાંય
દાદાના રંગે રંગાયા મહાત્મા બીજો રંગ ચડે નહીં ક્યાંય
હાથ ઝાલ્યો દાદાએ એવો મોક્ષ વિના છોડે નહીં ક્યાંય
ગામે ગામે રે ડંકો વાગ્યો રે ગુરુપૂર્ણિમા ઊજવીએ સાથે રે
મહાત્માઓને રે મહામૂલી સેવા મળી
સેવા થકી જ પ્રકૃતિ ઓળખાશે
ઘસાશે કપાશે અભેદ થવાશે
પ્યોર બનાશે દાદાની કૃપા થઈ
દાદા પૂર્ણિમા એવી ઊજવશું પંદર ક્ષેત્રોમાં આનંદ ફેલાશે
ફેલાશે સુવાસ આજ્ઞા પાલને કરી
કરશે દર્શન જે દાદાના આજે રે માગશે શક્તિ જે
મળશે ભરપટ્ટે દાદા આપે છે આ જ બાંહેધરી
દાદાના રંગે રંગાયા મહાત્મા બીજો રંગ ચડે નહીં ક્યાંય
હાથ ઝાલ્યો દાદાએ એવો મોક્ષ વિના છોડે નહીં ક્યાંય

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link