Swami Padharya-Mumbai Pran Pratishtha

સ્વામી પધાર્યા મુંબઈમાં પધાર્યા મુંબઈ પ્રતિષ્ઠા ૨૦૧૯

સ્વામી પધાર્યા મુંબઈમાં પધાર્યા
સાથે દાદાજી આવ્યા મુંબઈમાં પધાર્યા
મીટ માંડી રહ્યા
ચૌદ વર્ષો વહ્યા
આજ અંતરના અરમાનો પૂરા થયા
મારા સ્વામી પધાર્યા
સ્વામી પધાર્યા મુંબઈમાં પધાર્યા

ઊંચે ગગનમાં ધજાઓ લહેરાય
ત્રિમંદિરની ગરિમા કણકણમાં ફેલાય
ધર્મોમાં ભેદ જાય
સુખ ને શાંતિ રેલાય
દાદા નીરુમાના ભાવો એ પૂરા થયા
મારા સ્વામી પધાર્યા
સ્વામી પધાર્યા મુંબઈમાં પધાર્યા

પ્રેમ ચાખ્યો પછી ના ભુલાય
દાદાજી તમને સહેજે વંદાય
હું પોતાને જ ભૂલ્યા કરું
આપની જેમ ઓળખાણ થાય
સાથે સીમંધરી
સાથે સીમંધરી
ચેતના સોહે
કલ્યાણી પરમાણુ વહેતા થયા
મારા દાદા પધાર્યા
દાદા પધાર્યા મુંબઈમાં પધાર્યા

સાગરની લહેરો હિલોળે હરખાય
આજે દાદાનો જન્મ મહોત્સવ ઊજવાય
મોહમયી નગરીમાં
પ્રગટ્યા પરમાત્મા
જ્યાં વિચર્યા ત્યાં કરુણા એ છાંટી ગયા
મારા દાદા પધાર્યા
દાદા પધાર્યા મુંબઈમાં પધાર્યા
મીટ માંડી રહ્યા
ચૌદ વર્ષો વહ્યા
આજ અંતરના અરમાનો પૂરા થયા
મારા સ્વામી પધાર્યા
સ્વામી પધાર્યા મુંબઈમાં પધાર્યા
સાથે દાદાજી આવ્યા મુંબઈમાં પધાર્યા
મુંબઈમાં પધાર્યા
મુંબઈમાં પધાર્યા
મુંબઈમાં પધાર્યા
મુંબઈમાં પધાર્યા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link