Shuddha Drashtine Agnanu Palan Ho

શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો
લૌકિક અને અલૌકિકમાં
કોઇ કાળે આ દર્શન ફરે નહીં
એક જ્ઞાની સુચરણોની રજ રજમાં
શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો

બહુ ઘુમ્યો છુ લૌકિક ક્ષેત્રોમાં
બહુ તપ્યો છું તન મન તપોમાં

બહુ ઘુમ્યો છુ લૌકિક ક્ષેત્રોમાં
બહુ તપ્યો છું તન મન તપોમાં
બહુ ગુંચાયો સંસારી જાળોમાં
એક સ્થિર ક્ષેત્રે પહોંચીને

એક સ્થિર ક્ષેત્રે પહોંચીને
વીતરાગ અંગુઠે મસ્તક મુક્યું
શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો

વીધી બીધી કશું હું જાણું નહીં
ચિત્ત શુદ્ધિ ક્રિયા હું જાણુ નહી

વીધી બીધી કશું હું જાણું નહીં
ચિત્ત શુદ્ધિ ક્રિયા હું જાણુ નહી
મન અંકુશ પરમાર્થ જાણુ નહી
ઊંચુ જોતા જ જોયુ મે એક જ ત્યાં

ઊંચુ જોતા જ જોયુ મે એક જ ત્યાં
અસીમ અમી એમની આંખોમાં
શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો

શું ખોળતો તો એ જાણુ નહી
શું કરતો તો એ જાણુ નહી

શું ખોળતો તો એ જાણુ નહી
શું કરતો તો એ જાણુ નહી
શું બોલતો તો એ ભાન નહી
આ મન વચ કાયા તારા નથી

આ મન વચ કાયા તારા નથી
ભાવદીક્ષા એ મુક્તિ ભેદવિજ્ઞાન
શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો

સ્પંદનો કોલાહલ મન બુદ્ધિના
બ્રહ્મા વિષ્ણુ ને મહેશના

સ્પંદનો કોલાહલ મન બુદ્ધિના
બ્રહ્મા વિષ્ણુ ને મહેશના
બ્રહ્મ ભ્રમીત ભ્રમંણાની ભરહાડના
અહો મૂળ દર્શનનું વર્ણન શું

અહો મૂળ દર્શનનું વર્ણન શું
જેણે જોયું તેનું જ માત્ર રહ્યુ
શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો

સજીવન મૂર્તિનુ આ મૂળ લક્ષ
કળીયુગમાં કેવળીની સંજ્ઞાનું

સજીવન મૂર્તિનુ આ મૂળ લક્ષ
કળીયુગમાં કેવળીની સંજ્ઞાનું

શુદ્ધ પ્રેમીની એક ખટપટનું
એવા પ્રત્યક્ષ જ્ઞાની ની શક્તિ ને

એવા પ્રત્યક્ષ જ્ઞાની ની શક્તિ ને
અનન્ય સમર્પિત મહીલુ રહ્યું
શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો
લૌકિક અને અલૌકિકમાં
કોઇ કાળે આ દર્શન ફરે નહીં
એક જ્ઞાની સુચરણોની રજ રજમાં
શુદ્ધ દષ્ટિ ને આજ્ઞાનુ પાલન હો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link