Aa Akram Gyan

આ અક્રમ જ્ઞાન જો ઝળક્યું
આ અક્રમ જ્ઞાન જો ઝળક્યું ક્રમિકના ભાગ્યાં ભરમ (૨)
મનો વચ કાયાના તૂટ્યા એકાત્મ યોગ જ્યાં પરવશ (૨)
તૂટ્યો જો પુલ ક્રમિકનો રૂંધાયો ધોરી મારગ આજ (૨)
પ્રકાશ્યો પ્રગટ પુરુષ પડછંદ સૂણી નરસિંહ મીરાનો સાદ (૨)
આ અક્રમ જ્ઞાન જો ઝળક્યું ક્રમિકના ભાગ્યાં ભરમ

ઉડતાલીસ મિનિટમાં જ અલખના લક્ષ લખાવે (૨)
અહો જ્ઞાની કરુણા રહે અમરપદ નિજ બક્ષાવે (૨)
ઊઠ્યા ડેરા ને તંબૂ તુર્ત કષાયોમાં પડ્યો જ્યાં રાજ (૨)
દીઠો બ્રહ્માંડનો સ્વામી શુદ્ધાત્માનું સજ્જ સામ્રાજ (૨)
આ અક્રમ જ્ઞાન જો ઝળક્યું ક્રમિકના ભાગ્યાં ભરમ

અક્રમનું કર્તાપદ ઊઠીયું વ્યવસ્થિત દીઠું સંચાલક (૨)
હું જઈને બેસીયું હું માં રહી શેષે ક્રિયા યાંત્રિક (૨)
અનાદિથી હતા એકલ હવે થ્યા બે જુદેજુદા (૨)
થયો વ્યવહાર વાતોનો હવે જાણે જુએ ખુદા (૨)

આ અક્રમ જ્ઞાન જો ઝળક્યું ક્રમિકના ભાગ્યાં ભરમ (૨)
મનો વચ કાયાના તૂટ્યા એકાત્મ યોગ જ્યાં પરવશ (૨)
આ અક્રમ જ્ઞાન જો ઝળક્યું ક્રમિકના ભાગ્યાં ભરમ (૩)



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link