Gnani Keri Krupa

જ્ઞાની કેરી કૃપા વરસી

જ્ઞાની કેરી કૃપા વરસી ને આતમ જાગ્યો (૨)
ટંકોત્કીર્ણ દાદે આંખ્યુમાં આંજ્યો
કૃપા વરસી ને આતમ જાગ્યો જ્ઞાની કેરી

અંતર ઉભરાયું ને અમીરસ રેલ્યો
ખાલીપો અંદરનો દાદે સ્વાનંદે ભર્યો
અહમ્નો આગળો દાદા ચરણોમાં ખૂલ્યો
કૃપા વરસી ને આતમ જાગ્યો જ્ઞાની કેરી

આતમ નઝરાયો ને અંતર આનંદ રેલ્યો
પ્રજ્ઞા પ્રગટીને મહીં ચેતક સ્થાપ્યો
આજ્ઞા આધારે જીવ મોક્ષપંથે ચાલ્યો
કૃપા વરસી ને આતમ જાગ્યો જ્ઞાની કેરી

વિદેહનાં પથમાં ડુંગરા રે ડોલ્યા
સીમંધર સંગે દાદે સંબંધ સાંધ્યા
મોક્ષે જાવા મહીંલો દાદા ઝંખી રહ્યો
કૃપા વરસી ને આતમ જાગ્યો જ્ઞાની કેરી



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link