Jagat Ma Jenu

જગતમાં જેનું સ્થાન છે મોટું

જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ
જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ
સેવા એમની કરું દિલથી માંગુ છું એ આજ પ્રભુ હું
જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ
માતા પિતાનું કહ્યું કરું હું રાજી થાય એ એવો બનું હું
માતા પિતાનું કહ્યું કરું હું રાજી થાય એ એવો બનું હું
ગુરુ આજ્ઞા મોટી સેવા છે પાલન એનું ક્યારે ન ચૂકુ
પ્રભુ આપને કરું પ્રાર્થના શક્તિ ભરી દ્યો બાળજીવનમાં
ગુરુભક્તિ હો એકલવ્ય સમ સેવા કરું હું પુત્ર શ્રવણ જ્યમ
જે મા બાપ અને ગુરુએ સીંચ્યા અમને ખૂબ જ પ્રેમે
જે મા બાપ અને ગુરુએ સીંચ્યા અમને ખૂબ જ પ્રેમે
એમના દિલને ઠેસ ન પહોંચે જીવન એવું અમે જીવીએ
પામું દિલના આશિષ એમના પછી રહ્યું શું બાકી જીવનમાં
સાચી સુખ સંપત્તિ છે એમાં કરોડો ખર્ચે પણ જે મળે ના
સદ્ બુદ્ધિ એવી પ્રભુ આપો સેવામાં ન આવે કંટાળો
સદ્ બુદ્ધિ એવી પ્રભુ આપો સેવામાં ન આવે કંટાળો
હસતે મુખે મન ઉલ્લાસે નિશદિન મન સેવામાં રાચો
મળી છે જ્યાં આ ત્રણની સેવા જોવા રહું હું બીજું કશું ના
રાજી છો જ્યાં આપ પણ એમાં પૂર્ણ થયા સૌ કામ અમારા
જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ
જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link