Aajni Ghadi Janmashthami Day JJ 111

હો આજની ઘડી તે રળિયામણી
હારે સખી આજની ઘડી તે રળિયામણી
આજની ઘડી તે રળિયામણી
હારે સખી આજની ઘડી તે રળિયામણી

હે હેજી મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે વધામણી જી રે
આજની ઘડી તે રળિયામણી
હારે સખી આજની ઘડી તે રળિયામણી

રે સખી જમુનાના નીર મંગાવીએ
હાં રે સખી જમુનાના નીર મંગાવીએ
જમુનાના નીર મંગાવીએ
હાં રે સખી જમુનાના નીર મંગાવીએ
હે હે જી મારા વ્હાલાજીના ચરણ પખાળીએ જી રે પખાળીએ જી રે
હો આજની ઘડી તે રળિયામણી
હારે સખી આજની ઘડી તે રળિયામણી

હે અમે મૈયારા રે ગોકુળ ગામના
અમે મૈયારા રે ગોકુળ ગામના
હે મારે મહિ વેચવાને જાવા
મહિયારા રે ગોકુળ ગામના
અમે મૈયારા રે ગોકુળ ગામના
અમે મૈયારા રે ગોકુળ ગામના

હેય નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી

ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી

હે નિર્મળ હૈયાની વાત કહેવા મહિયારા રે ગોકુળ ગામના
અમે મૈયારા રે ગોકુળ ગામના
અમે મૈયારા રે ગોકુળ ગામના

હે કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે
માખણ ખાતા આ
માખણ ખાતા ન આવડે કાન્હા મુખ થયું તારું એંઠુ રે
મુખ થયું તારું એંઠુ રે
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં પેઠું રે
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં પેઠું રે
હો હો હો કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
હેય કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

હે વા વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યા
હે વા વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યા
હે ગોકુળમાં હો
હે ગોકુળમાં ટહુક્યા મોર મળવાને આવો સુંદીરવર શામળિયા
હે વા વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યા

હે તમે મળવા તે ના વો શા માટે હે તમે મળવા તે ના વો શા માટે
હે તમે મળવા તે ના વો શા માટે હે તમે મળવા તે ના વો શા માટે
હે નહીં આવો તો હો
હે નહીં આવો તો નંદજીની આણ મળવાને આવો સુંદીરવર શામળિયા
હે વા વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યા
હેય વા વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યા

હેય કોઈ તને કાન કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે બંસરીધર કુષ્ન કનૈયો
રાધાનો કાનજી મીરાંનો ગિરીવર ગોવાળો કાનજી રાસરમૈયો
તારા વિના કુંજ ગલી સુની સુની લાગે ક્યારે આવીશ તું મોરારી
કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરધારી રે જી રે
ગોકુલ આવો ગિરધારી રે જી રે ગોકુલ આવો ગિરધારી

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link