Mamta No Dariyo

હે જાણે મમતા નો દરિયો મારી માવડી રે જાણે
મમતા નો દરિયો મારી માવડી રે મારી
માં ને જોઈને દન મારો ઉગે
માં ને જોઈને પડે રાતડી રે મારી
મમતા નો દરિયો મારી માવડી રે મારી
મમતા નો દરિયો મારી માવડી

હો રાત ભર જાગી ને અમને સુવ ડાવીયા
ભુખીયે પેટ રહી અમને જમાડીયા
રાત ભર જાગી ને અમને સુવ ડાવીયા
ભુખીયે પેટ રહી અમને જમાડીયા
કોઈ થી ના થાય તારા પ્રેમ ના પારખા
હેતે ભરેલી તારી આંખલડી રે મારી
મમતા નો દરિયો મારી માવડી રે મારી
મમતા નો દરિયો મારી માવડી

હો મમતા ભાગવાન નું બીજું રે નામ છે
માવલડી રામ છે ને માવલડી શ્યામ છે
મમતા ભાગવાન નું બીજું રે નામ છે
માવલડી રામ છે ને માવલડી શ્યામ છે
મમતા ના લાડ એવા, તમે લડાવિયા
હેતે ભરેલી એવી પ્રીતલડી રે મારી
મમતા નો દરિયો મારી માવડી રે મારી
માં ને જોઈને દન મારો ઉગે
માં ને જોઈને પડે રાતડી રે મારી
મમતા નો દરિયો મારી માવડી રે મારી
મમતા નો દરિયો મારી માવડી



Credits
Writer(s): Viraj Vrj
Lyrics powered by www.musixmatch.com

Link