Vishvambhari Stuti

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

આ રંકને ઉગરવા નથી કોઇ આરો
જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિતના કરી માફ આપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી
આ જિંદગી થઇ મને અતિસે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું
રાત્રી દિને ભગવતી તુજને જપું છું
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી
સંસારનાં સકળ રોગ સમુળ કાપો
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)

(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)
(મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)



Credits
Writer(s): Traditional, Traditional Traditional
Lyrics powered by www.musixmatch.com

Link