Moralivalo

મોરલીવાળો કૃષ્ણ કનૈયો
ગાયોનો ગોવાળો કૃષ્ણ કનૈયો
મોરપીંછ વાળો મારા ચિતડાનો ચોર છે
દ્વારિકાવાળો મારા કાળજાની કોર છે
પિતાંબરધારી બંસી બજવૈયો
ગાયોનો ગોવાળો કૃષ્ણ કનૈયો મોરલી
ઘેલો ઘેલો ઘનશ્યામ મારા દલડાનું ધામ
હૈયે ધરશું જો ધામ કૃષ્ણ કરશે સૌનાં કામ મોરલી
જગ આખામાં તારો જય જયકાર છે
આઠે પહર રોમેરોમ રણકાર છે
સુદર્શન ધારી ગીતાનો ગવૈયો
ગાયોનો ગોવાળો, કૃષ્ણ કનૈયો મોરલી
તારી વાગે છે ધૂન રૂદે રૂદે રુમઝુમ
કેડી કરતો કુમ કુમ ધર અંબર છે ધૂમ મોરલી
નંદબાવાનાં નેહનો છે બાળ તું
છોડ રણછોડ વૃક્ષ વેલીની ડાળ તું
માવો માંગે તો કદી પાડે ના નનૈયો
ગાયોનો ગોવાળો કૃષ્ણ કનેયો
મોરલીવાળો કૃષ્ણ કનૈયો
ગાયોનો ગોવાળો કૃષ્ણ કનૈયો



Credits
Writer(s): Mavaji Ahir
Lyrics powered by www.musixmatch.com

Link