Vahala Gujarati

હે આ ગરવી રે ગુજરાત માં અમે છૈલછબીલા ગુજરાતી
હે અમે મન મોજીલા અને રંગ રંગીલા હે અમે સહુ ના પ્યારા ગુજરાતી

વ્હાલા ગુજરાતી સહુ ના પ્યારા ગુજરાતી
જલસા કરતા ગુજરાતી ગરબા રમતા ગુજરાતી
વ્હાલા ગુજરાતી સહુ ના પ્યારા ગુજરાતી
જલસા કરતા ગુજરાતી ગરબા રમતા ગુજરાતી

દિલ ના દિલદાર અમે રંગે રંગીલા મન ના મોજીલા અમે છૈલ છબીલા
દિલ ના દિલદાર અમે રંગે રંગીલા મન ના મોજીલા અમે છૈલ છબીલા

પાર્ટી કરીયે છે અમે રોજ કરીયે જલસા નવરાત્રી માં આખી રાત અમે રમતા
પાર્ટી કરીયે છે અમે રોજ કરીયે જલસા નવરાત્રી માં આખી રાત અમે રમતા

વ્હાલા ગુજરાતી સહુ ના પ્યારા ગુજરાતી
જલસા કરતા ગુજરાતી ગરબા રમતા ગુજરાતી

ચણીયા ચોલી પહેરી ચાલે નખરાળી, સુંદર શણગાર કરી લાગે વટવાળી
પગ માં ઝાંઝરીયું ને માથે છે ઓઢણી, નમણી આ નાર ઈતો લાગે રૂપાળી
ડગલો ઝબલો સાથે મૂછો છે વાંકડી, પગ માં મોજડી માથે રંગીન પાઘડી
ગોગલ ચઢાવી સ્ટાઇલ મારે રજવાડી, આ તો છે મનમોજી વ્હાલા ગુજરાતી

વ્હાલા ગુજરાતી સહુ ના પ્યારા ગુજરાતી...
સ્ટાઇલ મારે ગુજરાતી એ ખેલૈયા છે ગુજરાતી...

ચોટીલે માં ચામુંડા ને ઊંઝા માં ઉમિયા, માટેલ માં ખોડિયાર ને મઢે આશાપુરા
શંખલપુર માં બહુચરા ને પાવે મહાકાળી, આરાસુર માં અંબા તો ગબ્બર ગોખ વાળી
માં ની ભક્તિ સંગ કાન્હા નો પ્રેમ છે, ગરબા રમવાનો અનેરો આનંદ છે
ડાંડીયા, દોઢિયાં, હીંચ, ડાકલા નો શોખ છે
ભાઈ ભાઈ, સનેડો, કાકાબાપા નો ક્રેઝ છે

વ્હાલા ગુજરાતી સહુ ના પ્યારા ગુજરાતી
ડાંડીયા રમતા ગુજરાતી ડાકલા રમતા ગુજરાતી

એ હાલો હવે કાઠિયાવાડ ની ઝાંખી કરાવું, અમારા ગુજરાત ના દર્શન કરાવું
સૌરાષ્ટ્ર માં સોમનાથ ને ઊંચો ગિરનાર છે દ્વારકા દામોકુંડ ને ગેબી દાતાર છે
ગીર માં સિંહો ની ભારે ભરમાર છે ગુજરાત ની શાન તો કચ્છ ને અંજાર છે
અમદાવાદ માં કાંકરિયા ને અડાલજ ની વાવ છે રંગીલા રાજકોટ માં ઇશ્વરીયા પાર્ક છે
સુરત સોના ની મુરત હીરા થી વખણાય છે, ગાંધી નગર ને રાજધાની કહેવાય છે
ખાવા પીવા ની અહીં જમવાની હોંશ છે સ્વાદિષ્ટ પક્વાન રોજ છપ્પન ભોગ છે
દુનિયા ના ખૂણે ખૂણે રાજ અમે કરીયે છીએ, ગુજરાતી છીએ દેશવિદેશ અમે ફરીયે છીએ
ભગવાન ની જેમ મહેમાન અમને વ્હાલા છે સ્વાગત સન્માન માં અમારી બોલ બાલા છે
સુંદર ગુજરાત અમારું સ્વચ્છ ગુજરાત છે
દુનિયા નો નંબર વન ગરવી ગુજરાત છે
દુનિયા નો નંબર વન ગરવી ગુજરાત છે
દુનિયા નો નંબર વન ગરવી ગુજરાત છે

વ્હાલા ગુજરાતી સહુ ના પ્યારા ગુજરાતી
સ્ટાઇલ મારે ગુજરાતી એ ખેલૈયા છે ગુજરાતી

વ્હાલા ગુજરાતી સહુ ના પ્યારા ગુજરાતી
જલસા કરતા ગુજરાતી ગરબા રમતા ગુજરાતી



Credits
Writer(s): Yo Yo Jay Varma
Lyrics powered by www.musixmatch.com

Link