Mojila Ame Surti Lala

લાલા સુરતી લાલા
લાલા સુરતી લાલા

આ છે સુરત મારી જાન આ છે સુરત મારી જાન
આ છે સુરત મારી જાન આ છે સુરત મારી જાન
ખાવાના છે શોખીન ને ફરવા ભૂલે ભાન
ખાવાના છે શોખીન ને ફરવા ભૂલે ભાન
મોજીલા અમે સુરતી લાલા દિલ ના છે દિલદાર
મોજીલા અમે સુરતી લાલા દિલ ના છે દિલદાર
આ છે સુરત મારી જાન આ છે સુરત મારી જાન
આ છે સુરત મારી જાન આ છે સુરત મારી જાન

ગોપાલ નો લોચો ને એ - ૧ નો કોકો ખાઈ પીય ને ઐશ કરે એ છોડે ના કોઈ મૌકો
લશ્કરી ની ટામેટા પુરી ને મઢી ની ખમણી ખાવું એટલે ખાવું ભલે કિંમત હોય બમણી
સિન્ડીકેટે ના સમોસા હોય કે સાંઈ નાથ ના ઢોસા રાંદેર ની આલુપૂરી ને ચટાકેદાર ખાવસા
ડાકોર ના ગોટા ને ડોમિનોઝ ના પિઝ્ઝા મેકડોનલ્સ નું બર્ગર ખાઈ ને થાય સૌઉ કોઈ મોટા
ઉંધયું, પોંકવડા ગાંઠિયા વણેલા, ભૂંગળા બટેકા હોય કે પીપલોદ ના પરોઠા
કાકી ની ભાજી ને કંસાર ની થાળી ગણગોર ની ચાટ ને મોતીરામ ની ઘારી
જયસૂર્યા નું ચાઇનીસ ને બાદશાહ ની કુલ્ફી ચામુંડા ની ચાહ તો ૨૪ કલાક મળતી
પારસી શેરી ના દાણા ચણા ને જલારામ ની ખીચડી ક્વોલેટી નું પાન ને ટિપ્સી ની ફ્રેન્કી
સુરતી ના ખાજા ને ગાંડા કાકા ના ફાફડા ખાવુધરા ગલી તો વખણાય આખા જગ માં
રાજૂ ચાચા ના વડાપાંવ ને કૈલાશ ની જલેબી ખેતલાઆપા ની ચાહ ને કચ્ચી ની દાબેલી
જે પી ના ખમણ એમ ટી બી ની કચોરી જનતા નું આઈસક્રીમ તો ખાઈ દોડી દોડી

આ તો થઇ બધી ખાવા પીવા ની વાતો ચાલો હવે સમઝાવું હરવા ફરવા ના પ્લાનો
અઠવાડિયા માં બે વાર તો પિક્ચર જોવા જાય પિક્ચર જોઈ ને ઘરે નહિ પણ રેસોરેન્ટ માં ખાય
બેન્કોક પતાયા એ તો હફ્તે હફ્તે જાય સિંગાપોર દુબઇ ભલે મહિને બે વાર થાય
શોપિંગ તો ભઈ લન્ડન યુ એસ સ્વિટ્ઝર્લૅન્ડ માં જ થાય પૈસા ઓછા પડી જાય તો લોન લઇ ને જાય
પાર્ટી કરવા દમણ ગોવા સાપુતારા જાય ડુમસ, સુવાલી જાણે બીજુ ઘર કહેવાય

તહેવારો માં જલસા કરે રાત દિવસ એ મઝા કરે નવરાત્રી માં ગરબે રામે ને ગણપતિ માં ભક્તિ કરે
રંગે રમે એ હોળી માં ને પતંગ ચગાવે ઉત્તરાણ માં ભજન કરે જન્માષ્ટમી માં ને દિવા કરે દિવાળી માં
મન ભરી ને જીવી જાણે મોજ મસ્તી થી દિવસ કાઢે હરિ ફરી ને ઐશ કરે એ એટલે જ સુરતી કહેવાયે ભાઇ
એટલે જ સુરતી કહેવાયે ભાઈ એટલે જ સુરતી કહેવાયે ભાઈ

લાલા સુરતી લાલા
લાલા સુરતી લાલા
લાલા સુરતી લાલા
લાલા સુરતી લાલા



Credits
Writer(s): Yo Yo Jay Varma
Lyrics powered by www.musixmatch.com

Link