Gnani Bal mate Halardu - Piano Version

પોઢો મારા હે બાળ
જ્ઞાની વચનને જાણ
આ દેહ તુ નથી છે શુધ્ધાત્મા

શુધ્ધ બુધ્ધ તુ
અજર અમર
પરમ જ્યોતિ સ્વરુપ
સિધ્ધ ભગવંત સમ

સ્વરુપ રમણતાથી
વીતરાગ થઈને રહેજે તુ
પ્રેમસ્વરુપ બનજે

પોઢો મારા હે બાળ
જ્ઞાની વચનને જાણ
આ દેહ તુ નથી છે શુધ્ધાત્મા
હાલાલાલા હા
હાલાલાલા હા

છે અનંત જ્ઞાન દર્શન સુખ શક્તિરુપ તુ
મન વચન ને કાયાથી છે અસંગ તુ

જો કદી મોહ ફરી વળે
જાગૃત રહેજે સ્વરુપ એ ન તારું
તું છે મુક્ત નિર્લેપ ચેતન
જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદ

પોઢો મારા હે બાળ
જ્ઞાની વચનને જાણ
આ નામ તુ નથી છે શુધ્ધાત્મા
હાલાલાલા હા
હાલાલાલા હા

પ્યોર થવાનું છે તારે
જગત કલ્યાણ કાજે
વિષય કષાય રહિત થવા
જ્ઞાનીના શરણે જાજે

સ્વરુપ રમણતાથી
વીતરાગ થઈને રહેજે તુ
પ્રેમસ્વરુપ બનજે

પોઢો મારા હે બાળ
જ્ઞાની વચનને જાણ
આ દેહ તુ નથી છે શુધ્ધાત્મા
હાલાલાલા હા
હાલાલાલા હા
હાલાલાલા હા
હાલાલાલા હા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link