Dhandha ni Mahamari : Udhaari

ઉધારી ઉધારી ઉધારી ઉધારી
આજના ધંધાની મહામારી છે ઉધારી
ઉઘરાણીની ઘાણીમાં પીસાય રહ્યો છે વેપારી
આજના ધંધાની મહામારી છે ઉધારી ઉધારી ઉધારી

વાયદા ઉપર વાયદાનો છે અહીયાં કાયદો
નથી આમાં વેપાર કે વેપારીનો ફાયદો
ઉધારી પછી કરો છો કામ ઉઘરાણીના
થાય બહાનાબાજી ને સમયની બરબાદી
આજના ધંધાની મહામારી છે ઉધારી ઉધારી ઉધારી

ફોન ક્યારેય ઉપડે નહી કદી ન મળે શેઠ
ઉઘરાણી આવે નહી કરો ગમે તેટલી વેઠ
ખરાબ માલનું બહાનું કાં મંદી નું ગાણું
આવે નહી ક્યારેય દેવાનું ટાણું
આજના ધંધાની મહામારી છે ઉધારી ઉધારી ઉધારી

ટાઢ તડકા વરસાદના બહાના
પેમેંટના દીવસો તો ભૂલી જવાના ભૂલી જવાના
ઉઘરાણીની રામાયણના કારણે ધંધો બને બોજ
ધંધો વધે ઉધારી વધે તો ટેન્શન વધે રોજ
આજના ધંધાની મહામારી છે ઉધારી ઉધારી ઉધારી

Credits
Writer(s): Harshad Rupareliya
Lyrics powered by www.musixmatch.com

Link