Guru Raj Chhoru Ame Toh Tamara

Hey Guru Raj! Tamey jano chho saghlu, chhoru amey toh Tamara
Bahya grahi havey sharane rakho, paap prajalo amara
Shakti nahi kai kari shakvani, jnan nathi balvalu
Aa kalikalma naam Tamaru, kalyan karjo amaru

Hey Guru Raj! Tamey jano chho saghlu chhoru amey toh Tamara
Mangalmay ne niramay jivan ho, sahu jeev shantine pamo
Aadhi vyadhi upadhina dukhne, Param Krupalu harjo
Premnu samrajya jagma vistarjo, sarvatra shanti vyapo
Satpurushona yogbalthi, aa vishwnu kalyan thajo

Hey Guru Raj! Tamey jano chho saghlu, chhoru amey toh Tamara
Bahya grahi havey sharane rakho, paap prajaro amara
Shakti nahi kai kari shakvani, jnan nathi balvalu
Aa kalikalma naam Tamaru, kalyan karjo amaru

Hey Guru Raj! Tamey jano chho saghlu, chhoru amey toh Tamara
(Hey Guru Raj! Guru Raj! Guru Raj! Guru Raj!)
Bahya grahi havey sharane rakho, paap prajaro amara
Hey Guru Raj! Tamey jano chho saghlu, chhoru amey toh Tamara

હે ગુરુરાજ! તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારાં
બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં
શક્તિ નહીં કંઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું
આ કળિકાળમાં નામ તમારું, કલ્યાણ કરજો અમારું

હે ગુરુરાજ! તમે જાણો છો સઘળું છોરું અમે તો તમારાં
મંગલમય ને નિરામય જીવન હો, સહુ જીવ શાંતિને પામો
આધિ વ્યાધિ ઉપાધિનાં દુઃખને, પરમકૃપાળુ હરજો
પ્રેમનું સામ્રાજ્ય જગમાં વિસ્તરજો, સર્વત્ર શાંતિ વ્યાપો
સત્પુરુષોનાં યોગબળથી, આ વિશ્વનું કલ્યાણ થાજો

હે ગુરુરાજ! તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારાં
બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં
શક્તિ નહીં કંઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું
આ કળિકાળમાં નામ તમારું, કલ્યાણ કરજો અમારું

હે ગુરુરાજ! તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારાં
(હે ગુરુરાજ! ગુરુરાજ! ગુરુરાજ! ગુરુરાજ!)
બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં
હે ગુરુરાજ! તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારાં

Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link