Antarnu Ekatva

Hey Prabhu!
હે પ્રભુ!
Kevo anupam chhe Taro mahima!
કેવો અનુપમ છે તારો મહિમા!
Shraddha Tari rakhu aney anubhuti mari thay
શ્રદ્ધા તારી રાખું અને અનુભૂતિ મારી થાય
Dhyan taru dharu aney sakshatkar maro thay
ધ્યાન તારું ધરું અને સાક્ષાત્કાર મારો થાય
Ajna Tari paalu aney hitt maru sachvaay
આજ્ઞા તારી પાળું અને હિત મારું સચવાય
Lagan Tari lagau aney prasannata mari vadhey
લગન તારી લગાઉં અને પ્રસન્નતા મારી વધે
Arpan Taney karu aney trupti maney thay
અર્પણ તને કરું અને તૃપ્તિ મને થાય

Hey mara Prabhu!
હે મારા પ્રભુ!
Taney namvu bahu gamyu
તને નમવું બહુ ગમ્યું
Tara charanaagre mara rom-romne
તારા ચરણાગ્રે મારા રોમ-રોમને
Bund-bundne, anu-anune aney badhathi vikhuta anterna ekatvane
બુંદ-બુંદને, અણુ-અણુને અને બધાથી વિખુટા અંતરના એક્ત્વને
Badha khari padya aney pachi anternu ekatva aney Taru prabhutva!
બધા ખરી પડ્યા અને પછી, અંતરનું એકત્વ અને તારું પ્રભુત્વ!
Anternu ekatva aney Taru prabhutva banne bheti padya aney ek thai gaya
અંતરનું એકત્વ અને તારું પ્રભુત્વ બન્ને ભેટી પડ્યા અને એક થઈ ગયા

Hey Prabhu!
હે પ્રભુ!
Tari bhakti ekatvane ujagar kare chhe
તારી ભક્તિ એકત્વને ઉજાગર કરે છે
Ekatva prabhutvane paami le chhe
એકત્વ પ્રભુત્વને પામી લે છે
Aney prabhutva ae santushtinu param saamrajya chhe
અને પ્રભુત્વ એ સંતુષ્ટિનું પરમ સામ્રાજ્ય છે
Janey jeevanna antim dhyeyno sparsh
જાણે જીવનના અંતિમ ધ્યેયનો સ્પર્શ
Jeevanna antim dhyeyno sparsh
જીવનના અંતિમ ધ્યેયનો સ્પર્શ



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link