Ghumi Rahyo Chhe Aaj Chaand

રાત બની છે
દુલ્હન આજે
ને તારા છે જાનૈયા
હૈયાને આંગણે
પ્રેમનો
રાસ ખેલો રે ખેલૈયા
હૈયાને આંગણે
પ્રેમનો
રાસ ખેલો રે ખેલૈયા

ધીમે ધીમે ઢોલીડો
ધૂણી રે ધખાવે
પ્રીતના મીઠા મીઠા
ઢોલ ચગાવે
ધીમે ધીમે ઢોલીડો
ધૂણી રે ધખાવે
પ્રીતના મીઠા મીઠા
ઢોલ ચગાવે
લગની તારી
આજ સૌને લાગી
રૂપ છે તારુ
એવુ વરણાગી
પામી લેવા તારો સંગાથ
ઝાલીને જાણે તારો હાથ

ગરબે ઘૂમી રહ્યો છે આજ ચાંદ
હો... હો...
ઝૂમી રહ્યો છે આજ ચાંદ

આંખોમાં મહેકીને
સપનામાં ટહુકીને
આંખોમાં મહેકીને
સપનામાં ટહુકીને
તુ મને ભીંજવે રે
પ્રેમથી વરસી ને રે
ઈશ્વરને પૂજવા
હું શું કામ શોધુ
મોહની ડોર હું તો
તુજ સંગ બાંધુ
ઈશ્વરને પૂજવા
હું શું કામ શોધુ
મોહની ડોર હું તો
તુજ સંગ બાંધુ
પામીને મારા દિલની વાત
ઝાલીને જાણે તારો હાથ

ગરબે ઘૂમી રહ્યો છે આજ ચાંદ
હો... હો...
ઝૂમી રહ્યો છે આજ ચાંદ

વાત હતી જે અધૂરી
પ્રેમની મીઠી મધુરી
વાત હતી જે અધૂરી
પ્રેમની મીઠી મધુરી
તારા નયનની આજે
મળી એને મંજૂરી
દુનિયા ની માયા
હું શું કામ રાખું
મોહની ડોર હું તો
તુજ સંગ બાંધું
દુનિયા ની માયા
હું શું કામ રાખું
મોહની ડોર હું તો
તુજ સંગ બાંધું
પ્રેમનો છેડે મીઠો રાગ
ઝાલીને જાણે તારો હાથ

ગરબે ઘૂમી રહ્યો છે આજ ચાંદ
હો... હો...
ઝૂમી રહ્યો છે આજ ચાંદ
ગરબે ઘૂમી રહ્યો છે આજ ચાંદ
હો... હો...
ઝૂમી રહ્યો છે આજ ચાંદ



Credits
Writer(s): Irshad Dalal, Sumit Bhatiya, Utpal Barot, Vishal Modi
Lyrics powered by www.musixmatch.com

Link