Hakal

ગુણ રસ ભરીયા સુતશ્રીગોપાલ
માંડી સૃષ્ટિ વિવિધવિશાળ ||૧||
શરણે કીધા સેવક સાર
પામે નહિ કોઈ પારાવાર ||૨||
ધ્વજ બંધ ઓચ્છવ માંડી કરે
પત્રી દેશ દેશાંતર ફરે ||૩||
પતિવૃતા પણું રાખે ટેક
મેંડ મરજાદા વહાલ વિશેષ ||૪||
(--- સંગીત ---)
સોચ સંકોચ મનમાં નવ ધરે
સેવક જનની સેવા કરે ||૫||
અટંકા દીસે અનન્ય
વહાલ વાત્સલ્યતા રાખે મન ||૬||
પ્રફુલિત મુખ સદા હસતું હોય
ગુણ પ્રીતમના ઉરમાં ગોય ||૭||
સેવા ધ્યાન સાચવટી કરે
ભાવ ઘણે ભક્તિ આદરે ||૮||
(--- સંગીત ---)
કેમ કહું વાણી વિસ્તાર
એક રસનાએ ન આવે પાર ||૯||
જીભા કોટિક જો મુખ હોય
તો તે ગુણરસ ગાવું સોય ||૧૦||
શ્રીજીએ સેવક જે કર્યા
બહુ ભાતે ભૂતળ વિસ્તર્યા ||૧૧||
સ્નેહ વચન વદન પ્રતિ વદે
સંબંધ સગાઇ રાખે રુદે ||૧૨||
(--- સંગીત ---)
માંડી મન સેવા પ્રકાર
ગુણરસ ગાઉ ધરાવાર ||૧૩||
પ્રથમ સેવા પદુકાજી તણી
શ્રીજીએ સોંપી આપણી ||૧૪||
પત્રીમાં દીધું દર્શન
તિહા વાલુધ્યા વૈષ્ણવ જન ||૧૫||
વહાલે પ્રભુ વૈષ્ણવમાં રહ્યા
માનુની ઉપર કીધી મયા ||૧૬||
(--- સંગીત ---)
પ્રેમ ધરીને રહીયા પાસ
આનંદ મોદ સુખ વિવિધ વિલાસ ||૧૭||
રમે અહોનિશ રજની દન
મહાત્મય સઘડું મૂકી મન ||૧૮||
રાસ રમણની લીલા કરી
સંબંધીમા પોતે પરવરી ||૧૯||
દયા દાસની આણી મન
પ્રેમે પોંખ્યા પુષ્ટિ જન ||૨૦||
(--- સંગીત ---)
વ્રજ રમણની જે છે વાત
તે નિજજનને દીધી દાત ||૨૧||
પ્રથમ જે જન પાસે હતા
તેને સંબંધે કીથા છતાં ||૨૨||
દ્વાપરમાં જે રચીયો રાસ
રજની એક કરી ખટમાસ ||૨૩||
અધરાતે તેડી વ્રજનાર
વાહી વાંસળી વન મોજાર ||૨૪||
(--- સંગીત ---)
સૂર સુણતા ઉઠી સંચરી
સુત પતિ માયા અળગી કરી ||૨૫||
આતુરતાસુ આવી પાસ
કીધી કેલ સુખ વિવિધ વિલાસ ||૨૬||
જણ જણ પ્રતિ પ્રભુ રૂપજ રચ્યું
રસિક રમણ મહા મહીસ્થલ મચ્યું ||૨૭||
રમતા અર્ક ઉધ્યોત જ થયો
તોય મનોરથ મનમાં જ રહ્યો ||૨૮||
(--- સંગીત ---)
વચન દઈને વિદાય કરી
કલજુગમાં સુખ દેશું ફરી ||૨૯||
સુભગ બોલ જે શ્રીજી તણા
આગે દાસ ઓધારીશું ઘણા ||૩૦||
આપ્યું મન ઉર અંતર ધ્યાન
વલ્લભી વ્રજજનસુ સન્માન ||૩૧||
વુંઢા એમ કહેતા દિન વહી
અનંત વિયોગે અગ્નિ થઇ ||૩૨||
(--- સંગીત ---)
અવીરત વિરહ વ્યાપક થયો
તે વૃજરાજ ન જાયે સહ્યો ||૩૩||
ટાળેવા નિજજન સંતાપ
પ્રગટ્યા શ્રીજી પોતે આપ ||૩૪||
તીલંગાકુળ મધ્ય પ્રગટ ધરી
કરુણ સર્વ નિજજનને કરી ||૩૫||
ગુણનિધ નામ ધર્યું શ્રીગોપેન્દ્ર
જુવતી જનના એ છે ઇન્દ્ર ||૩૬||
(--- સંગીત ---)
સંભારી પુરવની પ્રીત
રચ્યું રમણ તે તેણી રીત ||૩૭||
અનુભવીયા સંગ લીલા કરી
ભુવન ભુવન ભાવે સંચરી ||૩૮||
પુરવ રાસે રૂપજ હુવા
જણ જણ પ્રત્યે સેવન જુઆ ||૩૯||
જે કોઈ જેવું મનમાં ચાય
તેને તેવું દર્શન થાય ||૪૦||
(--- સંગીત ---)
જે જે દશના જીવજ થયા
તેને તેવી કીધી મયા ||૪૧||
એક સંગ આનંદ અહોનિશ ખેલે
રસબસ રમત રંગની રેલે ||૪૨||
એક સંગ બોલે મધુરા બોલ
એક સંગ ખેલે ખેલ અતોલ ||૪૩||
એકને સર્વસ્વ સોંપી દીધું
એક સંગ અંગ રમણ રસ કીધું ||૪૪||
(--- સંગીત ---)
એકના ગૃહપતિ પોતે થયા
એકને મંદિર નિવાસી રહયા ||૪૫||
એકને દીધું ગુણ રસ ગાન
પ્રેમ સુધારસ પાયું પાન ||૪૬||
તેહના ગુણ રસના શુંચવે
સંક્ષિપ્ત માત્ર વાણી વર્ણવે ||૪૭||
વૈષ્ણવ જનની રૂડી રીત
પુષ્ટિ જન સંગ રાખે પિત ||૪૮||
(--- સંગીત ---)
નિજજન ઉપર જેને નેહ
તેની દીસે તદવત દેહ ||૪૯||
ફુલ્યું મુખને કુમ કુમ ભાલ
વદતા વેણ જણાવે વહાલ ||૫૦||
નયણે નેહ નિરંતર દાખે
રસબસ કાઠે ડોલરી રાખે ||૫૧||
તાદ્રશી સંગ માલણ જ કરે
અન્ય મારગ પગલું નવ ભરે ||૫૨||
(--- સંગીત ---)
સુધ વાણી સાચી ઓચરે
સ્નેહ વચન તે ચિત્તમાં ધરે ||૫૩||
અનન્ય વૃત એવું આચર્યું
તન મન ધન સમર્પણ કર્યું ||૫૪||
સાચા સેવક તે નિરધાર
કહેતા ગુણ ન પામું પાર ||૫૫||
દેખા વેખી એકે કરી
સ્વારથ સંગે માળા ધરી ||૫૬||
(--- સંગીત ---)
જોવા ભગવદ દ્વારે જાય
મુખ પ્રતિ વાતે મીઠો થાય ||૫૭||
દુષ્ટિ મન ખોટો કોટલી
નિજજન સંગે બેઠો ભળી ||૫૮||
શિખ્યો વાત સકળ ચતુરાઈ
મન પખાંડે રહ્યો મુંઝાઈ ||૫૯||
ચાવી વાત ચતુરાઈએ કરે
ભુંડી મતિ લઇ ભીતર ધરે ||૬૦||
(--- સંગીત ---)
સુભગ સામગ્રી શ્રીજી તણી
કપટી દ્રષ્ટિ ચલાવે ઘણી ||૬૧||
પાખંડી ના જોજો પાર
ભૂંડે મોકલે ખાશે માર ||૬૨||
મન કુડુ તે મનમાં રહ્યું
તેનું કારણ સિધ નવ થયું ||૬૩||
જોજો એક કહુ એંધાણ
જાણે સર્વ જન પ્રગટ પ્રમાણ ||૬૪||
(--- સંગીત ---)
મોટે હાંડે ઓર્યા મગ
અગ્નીતાપ તળે અતંગ ||૬૫||
ભેધ્યો નહિ તે કરડું રહયો
કાઢી નાખ્યો કચરે ગયો ||૬૬||
સાચા જનની સુભગતા કહુ
વિગતે વાણી મુખ પ્રતિ વહુ ||૬૭||
ઉર અંતર ભાવે જે મળે
ભગવદીઓમાં ભેળો ભળે ||૬૮||
(--- સંગીત ---)
મન સેવા વાત્સલ્યતા કરે
સાચે સનમુખ પગલું ભરે ||૬૯||
સ્વાર્થનો નવ રાખે સંગ
પરમાર્થમાં અર્પે અંગ ||૭૦||
વચન તણો રાખે વિશ્વાસ
પ્રકટ પ્રભુજી તેની પાસ ||૭૧||
તેના ભાવ કવિ જન શું કહે
સંબંધી જન શું સાચો રહે ||૭૨||
(--- સંગીત ---)
એક પિયુ મુખ અવિલોકન કરે
એક ધ્યાન ભાવે શું ધરે ||૭૩||
એક સંગ હસતા હાંસ પ્રકાશ
પ્રગટ પિયુ સંગ રમતા રાસ ||૭૪||
પણ ધારી પણ વ્રતે રહયા
ખોટા ખલ મન ખસી ગયા ||૭૫||
વિકટ ધર્મ જે વૈષ્ણવ તણો
ભુતલ ભેખ ધરાવે ઘણો ||૭૬||
(--- સંગીત ---)
કોક જવરલો તેમાં જાણે
મહાપ્રભુજીને અહોનિશ માણે ||૭૭||
બીજા કંઇક મુખ બકતા ફરે
છપતા છીંડી ગડકી ગરે ||૭૮||
પુષ્ટિ ક્ષેત્ર તટ ધરીયા પગ
માળીયા અવગુણ લગોલગ ||૭૯||
મળતા બેહુ માંડી રાડ
વાદો વાદ કરી વઢવાડ ||૮૦||
(--- સંગીત ---)
બથે બાંધ્યા બન્ને જણા
ઝગડામાં નવ રાખી મણા ||૮૧||
ઝાલી જાડે કીધા જુવા
દોષે બાંધ્યા દુષ્ટિ હુઆ ||૮૨||
નિરખ્યા નહિ નિજ નાથ દયાળ
ભળીયા જઈ ભવસાગર જાળ ||૮૩||
ભુલ્યા ભ્રમ ગયા નીરવાણ
ખુંત્યા લક્ષ ચોરાસી ખાણ ||૮૪||
(--- સંગીત ---)
ભવસાગર જળ ભેળા ભળી
બુડ્યા કંઇક ને બુડશે વળી ||૮૫||
તરવાની પેર એકજ કહીએ
જો મન વાત વિચારી લઈએ ||૮૬||
ભગવદીઓનો આવે ભાવ
ચરણ નામ તણું સુખ નાવ ||૮૭||
પુષ્ટિ જનના ગ્રહીયે પાય
શ્રીજી તતક્ષણ હોયે સહાય ||૮૮||
(--- સંગીત ---)
પાણ ગ્રહી ઉતારે પાર
સોંપે સેવા પદ વિહાર ||૮૯||
વૈભવ સુખ રસ વહાલાપ ઘણી
કહેતા ન આવે તેહજ તણી ||૯૦||
દીધું શ્રીજીએ દાન અપાર
વરસે ધન જેમ ધારાવાર ||૯૧||
મધુરા મહીશ્થલ વુઢયા મેહ
સ્નેહ રૂપણી સરિતા વહે ||૯૨||
(--- સંગીત ---)
પણ વૃત પ્રીતે બાંધી પાળ
ભવ જલ મધ્યે કીધી ભાળ ||૯૩||
પુષ્ટિ ભક્તનું ખેતર તિહાં
વહાલો રસ ઠેરાણો જીહાં ||૯૪||
ગહેરો અતિ નમ્રતાએ ઘણો
ગાજે ગુણ શ્રીગોપેન્દ્રજી તણો ||૯૫||
ભુમિ ભાગ્યે ઉદીયો અંકોર
સિંચન બળ સંગ કીધુ જોર ||૯૬||
(--- સંગીત ---)
ન આવ્યો રસ મહાત્મ્ય ટેકરે
અભિમાની અફળતો ફરે ||૯૭||
કોઈ તણું ના માને કેણ
વ્રજ વછુટે વદતા વેણ ||૯૮||
અંજસમાં મુવા આફ્ળે
મહી સ્થળ ભોગે મન વાપરે ||૯૯||
ભક્તિ તણું તે ન આવ્યું અંગ
ખોટાઈએ ખોયો રસરંગ ||૧૦૦||
(--- સંગીત ---)
મન પરિણામે મોટો થાય
પાખંડી પાખંડે જાય ||૧૦૧||
સ્નેહ સંબંધી જે જન હોય
અમૃત વાણી ઉરમાં ગોય ||૧૦૨||
ભાવે ગુણ પ્રીતમ ના ગાય
અહોનિશ આનંદ ઉર ન સમાય ||૧૦૩||
સુંદર સોહે મુખ પ્રતી બોલ
રંગભર નયણા રસ સલોલ ||૧૦૪||
(--- સંગીત ---)
કપટ તણી કાઢી કોથળી
શુધ બુધ ભરી ઉરે સાંકળી ||૧૦૫||
પણ સેવા સેવક ની કરે
સત્સંગે અંગ આચરે ||૧૦૬||
ભગવદ કારણ રાખે મન
સાચા સેવક તે નિજજન ||૧૦૭||
પ્રગટ પ્રસંગે વાણી વહી
રત વ્રજરાજના ઉરમાં રહી ||૧૦૮||
(--- સંગીત ---)
જોજો ગત તોરંગી જન
મહાત્મ્ય છોડી ગોતો મન ||૧૦૯||
તેજી તનના સહે તાજણા
ખાચરા બુંધા ખાસે ઘણા ||૧૧૦||
મનસા વાચા કર્મે કરી
સુણે સહેજે કોઈ શ્રવણે ધરી ||૧૧૧||
ચવે ગાય ને ચિત્તમાં લીયે
તેને શ્રીજી સર્વસ્વ દિયે ||૧૧૨||
(--- સંગીત ---)
સંભારી પ્રભુ સારા કામ
આપ્યો આનંદ અષ્ટે જામ ||૧૧૩||
સેવક જનનની કીધી સાર
નિશ્ચે પદ સોપ્યું નિરધાર ||૧૧૪||
હાકલ જીવનદાસે કહી
પુષ્ટિ જન પ્રતાપે થઇ ||૧૧૫||
એવા ગુણ રસ ભરીયા સુતશ્રીગોપાલ
માંડી સૃષ્ટિ વિવિધવિશાળ



Credits
Writer(s): Rakesh Narendrabhai Desai
Lyrics powered by www.musixmatch.com

Link