Aavi Re Aavi Koi Ajab Suwas... (feat. Anupa Pota, Gargi Vora & Hardik Vora)

આવી રે આવી કોઈ અજબ સુવાસ મને
નવરાત્રિ આવ્યાની જાણ થઈ
ભીતરને ભેદીને ગઈ આરપાર એ તો
અંબાની ભક્તિનું બાણ થઈ

તડ તડ તડ તડ તાલી પડેને કાંઈ
ગુંજે ગગન ઘનઘોર
અંબાની આરતીનો નાદ ભળેને કાંઈ
ઘંટારવ થાય ચહુઓર
તાળીઓના તાલ અને ઘંટારવ નાદમાં
જોગણીઓ ઘૂમે અજાણ થઈ

ધડ ધડ ધડ ધડ વાગે નગારા ને
થાપી પડે છે કાઈ ઢોલ
સૂરને સૂરાવલીના સથવારે સથવારે
સંભળાતા ગરબાના બોલ
થાપી થડકારે ને સૂર કેરે સથવારે
અંબાના ગરબાની લ્હાણ થઈ



Credits
Writer(s): Hardik Vora
Lyrics powered by www.musixmatch.com

Link