Sant Bhagwant Sahebji Stuti Mahima Stotram

અનંત બ્રહ્માંડો પરમ અણુસમ રોમ જેને
ગુણાતીતાનંદ નમન અક્ષરબ્રહ્મ તમને
પરાત્પર પરબ્રહ્મ અચિંત્યાગમ-નિગમને
પ્રભુ સહજાનંદ નમન પુરુષોત્તમ તમને ।।૧।।

અનાદી અક્ષર પરમ પુરુષોત્તમ અદ્વય
સદા વ્યાપ્ત સર્વ સકલ સ્થૂળ-સુક્ષ્મે અણુમય
પરમ તત્વ જે અદ્વય પ્રગટ તે સાકાર સુગમ
નમન સંતભગવન્ પરમ હે સાહેબ અનુપમ ।।૨।।

સકલ સર્વ નિયંતા પરમ સેવકભાવ ધરતા
સરળ સુહૃદ વત્સલ હરિસમ સુખ દિવ્ય કરતા
ધરાતલ પર અક્ષર પરમ પરુષોત્તમ તત્સમ
નમન સંતભગવન્ પરમ હે સાહેબ અનુપમ ।।૩।।

નયન બ્રહ્મજયોતિ તમસ ઘન ભેદે વિષયના
શ્રવણ શ્રોત્રે મહિમા હરિ હરિજન સંત સહુના
હૃદયાર્વિંદથી વહેતાં વચન પરા અમૃતસુમન
નમન સંતભગવન્ પરમ હે સાહેબ અનુપમ ।।૪।।

ત્રિગુણમયી માયાના વિકટ પાશે બધ્ધ જેહ
જીવનરણઅગ્નિમાં તરસે વિહવળ જીવ તેહ
શરણઆગત પામે શીતળ નિર્મળ સુખ અગમ
નમન સંતભગવન્ પરમ હે સાહેબ અનુપમ ।।૫।।

ગુરૂ યોગીરાજે હૃદયે ભગવા ભેખ અર્પી
દીધી મંત્રદીક્ષા યુગ નૂતનના સાધુ સર્જી
ભક્તિ-કર્મ સુયોગે કર્યો પ્રથિત નિષ્કામ ધર્મ
નમન સંતભગવન્ પરમ હે સાહેબ અનુપમ ।।૬।।

સખા અષ્ટ સહુનાં જતન અધ્યાત્મ સુમાર્ગે
કર્યાં પ્રેમે નિતાંત કથીરનાં કુન્દન સુહાર્દે
જીવન પ્રતિ પળ કેવળ હરિમય નિત્ય નિરંજન
નમન સંતભગવન્ પરમ હે સાહેબ અનુપમ ।।૭।।

આત્મા અક્ષરરૂપ અવિનાશી નિત્ય દિવ્ય
ભક્તિરત પરબ્રહ્મ દેહ સેવારત સુદિવ્ય
પ્રગટ સદા સાકાર દિવ્ય સ્વરૂપ પરબ્રહ્મ
નમન સંતભગવન્ પ્રગટ હે સાહેબ અનુપમ ।।૮।।

નમન સંતભગવન્ પ્રગટ હે સાહેબ અનુપમ...(૩)



Credits
Writer(s): Amit Thakkar
Lyrics powered by www.musixmatch.com

Link