Have Raat Na Pado

દાદા તારી આંખો તેજ ધારા વરસાવે
નૈનો ને જોવાને નૈનો ખૂબ ખૂબ તડપાવે
હવે રાત ના પાડો, અમ દિલ ના બાળો
શાંતિના પરમાણુંઓને જીલતાં ઝિલમિલ
દિવડાઓની આ શ્રેણીઓ લોભવે દિલ
સાંજને આરે ઝાક-ઝમાળે દિલ ઓવારે
તારા વિના આ અંધારી રાત કાતિલ
આવો મળવા, કરવા હળવા, રાહ જુવે છે આંખો - હવે
દેવોની દુનિયામાં રાતે મચતી હલચલ, એકબીજાને ભક્તિ કરવા કહેતા ચલચલ
દેવોની આખી દુનિયાતો અહીં ઠલવાઈ, જોવા માટે મારું મનડું બનતું વિહવલ
ચાહું રહેવા, રાતના જલવા, ઝંખે જોવા આંખો - હવે
ફૂલડાંઓની સુગંધ મીઠી ફેલાઈ છે
ભાવનાની રંગત મીઠી રેલાઈ છે
ભક્તોનો આ મહેરામણ તો ઉમટ્યો ક્યાંથી
વાતો તારી મારી અંગત ગોળાયી છે
ચાલો ફરવા, વ્હાલ કરવા, ઝુરે જુઓ આંખો - હવે
આંખે વહેતા અશ્રુઓથી ભીંજાયો છું
ભક્તિના આ સંસ્કારોમાં ખોવાયો છું -૨
ગુરુ અજિતની આશિર્વૃષ્ટી નાં સથવારે
દુનિયા છોડી બસ તારાથી અંજાયો છું
ચાહું મળવા, અભેદ બનવા, ઝરમર ઝરતી આંખો હવે
Www.theblackturn.com



Credits
Writer(s): Sachin Limaye, Usha Khanna
Lyrics powered by www.musixmatch.com

Link