Mann Saiyam Saiyam Bole

ભવ યાત્રા ની મંઝિલ પામવાના, ગુરુ મુખે થી મેં તો કોલ લીધા છે
મોક્ષ મહેલો ની મહેફિલમાં મોજ કરું, પ્રભુ એ એવા સંકેત દીધા છે
અનંતા એ ઓઘા ના ઢગલા મહી, આ અંતિમ ઓઘો થઈ ને ડોલે

મન સંયમ સંયમ સંયમ બોલે
આત્મા એની જંજીરો ને ખોલે
મન સંયમ સંયમ સંયમ બોલે
આત્મા એની જંજીરો ને ખોલે

કંઈક જન્મોમાં દોષો સેવી ને, આત્મા એ કર્મો ના વિષ પીધા છે
આઠ કર્મો ને તોડવાના કાજે, આઠ માતાઓ એ આશિષ દીધા છે
હવે કર્મ ને ધર્મ ના મર્મ થી જોડી, આ અંતિમ ઓઘો થઈ ને ડોલે

મન સંયમ સંયમ સંયમ બોલે
આત્મા એની જંજીરો ને ખોલે
મન સંયમ સંયમ સંયમ બોલે
આત્મા એની જંજીરો ને ખોલે

ભલે નાનું પણ સિંહ નું બચું
સત્વ અંતર માં લઈ નેજ જામ્યો રે હું
પ્રભુ શાસન ને, પ્રભુ આજ્ઞા ની
પ્રતિષ્ઠા ને નિષ્ઠા થી પાળીશ હું
હવે સત્વ ને તત્વ, સમ્યક્ત્વ ની સાથે, આ અંતિમ ઓઘો થઈ ને ડોલે

મન સંયમ સંયમ સંયમ બોલે
આત્મા એની જંજીરો ને ખોલે
મન સંયમ સંયમ સંયમ બોલે
આત્મા એની જંજીરો ને ખોલે

મંદિર મુક્તિ નું આરધવા
મન સંયમ સંયમ સંયમ બોલે
એ શાશ્વત સુખો ને માણવા
મન સંયમ સંયમ સંયમ બોલે
જયઘોષ શાસન નો ગુંજાવવા
મન સંયમ સંયમ સંયમ બોલે



Credits
Writer(s): Bhavik Shah, Hitesh Udani
Lyrics powered by www.musixmatch.com

Link