Mara Kesh No Bhaar Utaaro

મારા કેશનો ભાર ઉતારો
મારા કેશનો ભાર ઉતારો
મારા ભવતારક ગુરુરાજ
મારા ભવતારક ગુરુરાજ
ભવોભવથી પાર ઉતારો
ભવોભવથી પાર ઉતારો
મારા ભવતારક ગુરુરાજ
મારા ભવતારક ગુરુરાજ

લુંચન કરતા મુખ મલકે
નહીં નયન કદી મારાં છલકે
લોચ કરાવું કરી મન સ્થિર
નહીં આંખે આવશે નીર
લોચ કરાવું કરી મન સ્થિર
નહીં આંખે આવશે નીર

સહનશીલતાને વિસ્તારો
મારા ભવતારક ગુરુરાજ

મારા કેશનો ભાર ઉતારો
મારા ભવતારક ગુરુરાજ
મારા ભવતારક ગુરુરાજ

એક ક્ષણનું લાગે ભલે દુઃખ
મણ મણનું મળી જશે સુખ
લોહીની ધારા ભલે વહેતી
મોક્ષ જલદી મળશે એમ કહેતી
લોહીની ધારા ભલે વહેતી
મોક્ષ જલદી મળશે એમ કહેતી

મને મોક્ષમાં આપો ઉતારો
મને મોક્ષમાં આપો ઉતારો
મારા ભવતારક ગુરુરાજ

મારા કેશનો ભાર ઉતારો
મારા ભવતારક ગુરુરાજ
મારા ભવતારક ગુરુરાજ

કાળા કેશ દૂર જ્યારે થાશે
આતમ ઉજ્જવલ ત્યારે થાશે
કર્મો સામેનું આ યુદ્ધ
આતમ હવે થાશે શુદ્ધ
કર્મો સામેનું આ યુદ્ધ
આતમ હવે થાશે શુદ્ધ

બ્રહ્મરંધ્ર ખોલી મને તારો
બ્રહ્મરંધ્ર ખોલી મને તારો
મારા ભવતારક ગુરુરાજ
મારા કેશનો ભાર ઉતારો
મારા ભવતારક ગુરુરાજ

ભવોભવથી પાર ઉતારો
મારા ભવતારક ગુરુરાજ
મારા ભવતારક ગુરુરાજ
મારા ભવતારક ગુરુરાજ



Credits
Writer(s): Raj Vihar, Rajsundar Vijayji
Lyrics powered by www.musixmatch.com

Link