Jay Aadhyashakti Aarti

बोलो, श्री आंबे मात की, जय

જય આધ્યા શક્તિ, માં જય આધ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નીપાવ્યા, અખંડ બ્રહ્માંડ નીપાવ્યા
પડવે પ્રગટ થયા

ઓમ જયો જયો માં જગદંબે

દ્વિતીય બેઉ સ્વરૂપ
શિવ શક્તિ જાણું, મા શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાયે, બ્રહ્મા ગણપતિ ગાયે
હર ગાયે હર માં

ઓમ જયો જયો માં જગદંબે

તૃતીયા ત્રણ સ્વરૂપ
ત્રિભુવન માં બેઠા, માં ત્રિભુવન માં બેઠા
ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી
તું તરવેણી માં

ઓમ જયો જયો માં જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી માં
સચરા ચરવા પ્યા, માં સચરા ચરવા પ્યા
ચાર ભૂજા ચૌદિશા, ચાર ભૂજા ચૌદિશા
પ્રગટ્યા દક્ષિણ માં

ઓમ જયો જયો માં જગદંબે

પંચમી પંચ ઋષિ
પંચમી ગુણ પદ્માં, માં પંચમી ગુણ પદ્માં
પંચ સહસ્ત્ર ત્યાં સોહે, પંચ સહસ્ત્ર ત્યાં સોહે
પંચ તત્વો માં

ઓમ જયો જયો માં જગદંબે

સસ્ટી તું નારાયણી
મહિસાસુર માર્યો, માં મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, નર નારીના રૂપે
વ્યાપ્યા સાગરે માં

ઓમ જયો જયો માં જગદંબે

સપ્તમી સપ્ત પાતાળ
સંધ્યા સાવિત્રી, માં સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી
ગૌરી ગીતા માં

ઓમ જયો જયો માં જગદંબે

અષ્ટમી અષ્ટ ભુજા
આઈ આનંદા, માં આઈ આનંદા
સુરીનર મુનિવર જન્મ્યા, સુરીનર મુનિવર જન્મ્યા
દેવો દૈત્યો માં

ઓમ જયો જયો માં જગદંબે

નવમી નવકુલ
નાગ સેવે નવદુર્ગા, માં સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, નવરાત્રીના પૂજન
કીધા છે બ્રહ્મા

ઓમ જયો જયો માં જગદંબે

દશમી દશ અવતાર
જય વિજયા દશમી, માં જય વિજયા દશમી
રામે રામ રમધ્યાં, રામે રામ રમાડ્યાં
રાવણ રોયો માં

ઓમ જયો જયો માં જગદંબે

એકાદશી અગિયારસ
કાત્યાયની કામા, માં કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા
શ્યામા ને રામા

ઓમ જયો જયો માં જગદંબે

ભારસે બાલા રૂપ
બહુચરી અંબા માં, માં બહુચરી અંબા માં
બટુક ભૈરવ સોહે, કાલ ભૈરવ સોહે
તારા ચાચર માં

ઓમ જયો જયો માં જગદંબે

તેરસે તુળજા રૂપ
તમે તારુણી માતા, માં તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ
ગુણ તારા ગાતા

ઓમ જયો જયો માં જગદંબે

ચૌદશે ચૌદસ સ્વરૂપ
ચંડી ચામુંડા, માં ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કઈ આપો, ભાવ ભક્તિ કઈ આપો
સિંહ વાહિની માતા

ઓમ જયો જયો માં જગદંબે

પૂનમે કુંભ ભર્યો
સમભાવી નગરી, માં સમભાવી નગરી
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ ઋષિએ વખાણ્યા
ગાઈ શુભ કવિતા

ઓમ જયો જયો માં જગદંબે

સવંત સોળ સત્તાવન
સોળસે બાવીસ માં, માં સોળસે બાવીસ માં
સવંત સોલે પ્રગટ્યા, સવંત સોલે પ્રગટ્યા
રેવાને તીરે

ઓમ જયો જયો માં જગદંબે

ત્રાંબાવટી નગરી આઈ
રૂપાવટી નગરી, માં રૂપાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહે, સોળ સહસ્ત્ર ત્યાં સોહે
જમા કરો ગોરી, માં દયા કરો ગૌરી

ઓમ જયો જયો માં જગદંબે

શિવ શક્તિ ની આરતી
જે કોઇ ગાશે, માં જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી
સુખ સંપત્ત થાશે, હાર કૈલાસે જાશે
માં અંબા દુઃખ હરશે

ઓમ જયો જયો માં જગદંબે

માં એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, માં અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબે માં ને ભજતા
ભવસાગર તારેશો

ઓમ જયો જયો માં જગદંબે

ભાવ ન જાણું, ભક્તિ ના જાણું
નવ જાણું સેવા, માં નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને આપી, એવી અમને આપો
ચરણોની સેવા

ઓમ જયો જયો માં જગદંબે

માની ચૂંદડી, લાલ ગુલાલ
શોભા અતિ સારી, માં શોભા અતિ સારી
આંગણ કુકડ નાચે, આંગણ કુકડ નાચે
જય બહુચર વાલી

ઓમ જયો જયો માં જગદંબે

માં નો મંડપ લાલ ગુલાલ
શોભા બાહુસારી, માં શોભા બાહુસારી
હું છું બાળ તમારો, હું છું બાળ તમારો
રાખો નિજ ચરણે

ઓમ જયો જયો માં જગદંબે
ઓમ જયો જયો માં જગદંબે
ઓમ જયો જયો માં જગદંબે

ઓમ જયો જયો માં જગદંબે
ઓમ જયો જયો માં જગદંબે
ઓમ જયો જયો માં જગદંબે



Credits
Writer(s): Traditional, Rajubhai
Lyrics powered by www.musixmatch.com

Link