Chando Suraj Ramta Ta

અમે ચાંદો સૂરજ રમતા'તા
રમતાં રમતાં કોડી જડી!
કોડીનાં મે ચીભડાં લીધાં
ચીભડે મને બી દીધાં!

બી બધાં મે વાડમાં નાખ્યાં
વાડે મને વેલો આપ્યો!
વેલો મેં ગાયને નીર્યો
ગાયે મને દૂધ આપ્યું!

દૂધ મેં મોરને પાયું
મોરે મને પીછું આપ્યું!
પીંછુ મેં બાદશાહને આપ્યું
બાદશાહે મને ઘોડો આપ્યો!

ઘોડો મેં બાવળિયે બાંધ્યો
બાવળે મને શૂળ આપી!
શૂળ મેં ટીંબે ખોસી
ટીંબે મને માટી આપી!

માટી મેં કુંભારને આપી
કુંભારે મને ઘડો આપ્યો!
ઘડો મેં કૂવાને આપ્યો
કૂવાએ મને પાણી આપ્યું!

પાણી મેં છોડને પાયું
છોડે મને ફૂલ આપ્યાં!
ફુલ મેં પૂજારીને આપ્યા
પૂજારીએ મને પ્રસાદ આપ્યો!

પ્રસાદ મેં બાને આપ્યો
બાએ મને લાડવો આપ્યો!
એ લાડવો હું ખાઈ ગ્યો
ને હું આવડો મોટો થઈ ગ્યો!!

- ઝવેરચંદ મેઘાણી. (રાષ્ટ્રીય શાયર)



Credits
Writer(s): Bhushan Dua, Pankaj Bhatt
Lyrics powered by www.musixmatch.com

Link