He Jagne Jadva Krishna Govaliya

હે, જાગને જાદવા

હે, જાગને જાદવા
કૃષ્ણ ગોવાળિયા, "તુજ વિણ ધેનમાં કોણ જાશે?"
એ, જાગને જાદવા
(એ, જાગને જાદવા)

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે?
દહીંતણા, દહીંથરા, ઘી તણાં ઘેબરાં
કઢિયેલા દૂધ તે કોણ પીશે?
(હે, જાગને જાદવા)

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વેશે?
જમુના ને તીરે ગૌ ધાણા ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વાહશે?

(ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે)
(બૂડતાં બાંહેડી કોણ ગાશે?)
હે, જાગને જાદવા
(હે, જાગને જાદવા)
(હે, જાગને જાદવા)



Credits
Writer(s): Appu, Traditional
Lyrics powered by www.musixmatch.com

Link