Ek Patan Shaherni Nar Padmani

એક પાટણ શેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબીને જમણી
સુરત જાણે ચાંદા પૂનમની
બીચ બજારે જાય, ભાતીગડ ચુંદલડીં લહેરાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય

એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો
સાવજડો વરતાય, નજરિયું માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય

રંગ માં નખરો
ઢંગ માં નખરો
રંગ માં નખરો, ઢંગ માં નખરો
રૂડું એનું અંગ અંગ માં નખરો
પાતળી કેડી ને ભારે જોબન નો, જીરવ્યો ના જીરવાય
ભાતીગડ ચુંદલડીં લહેરાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય

પાટણ શેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબીને જમણી
સુરત જાણે ચાંદા પૂનમની
બીચ બજારે જાય, ભાતીગડ ચુંદલડીં લહેરાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય



Credits
Writer(s): Maulik Mehta, Traditional
Lyrics powered by www.musixmatch.com

Link