Asvaar

જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ

જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ
એવો આવ્યો રે આવ્યો અસવાર રે

એવો આવ્યો રે આવ્યો અસવાર રે
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં

એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે

એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર રે,હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં,ડમરીની ધૂળ બની જઉં,
એ તાલ દે અને હું તાલી દઉં
(આવ્યો-રે,આવ્યો-રે,આવ્યો-રે,આવ્યો-રે, આવ્યો-રે, આવ્યો-રે,અવસરવાર)
(આવ્યો-આવ્યો-આવ્યો રે)
(આવ્યો-આવ્યો-આવ્યો રે)
એણે ચાલતી ન'તી હું તોય આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
(ચાલતી ન'તી હું તોય આંતરી,મારે છેતરાવું'તું એવી છેતરી)
એણે ચાલતી ન'તી હું તોય આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં(કેડી થઉં)
એણે પગલી પાડી હું કેડી થઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર રે,હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં
તાલ દે અને હું તાલી દઉં,
તાલ દે અને હું તાલી દઉં,તાલ દે અને હું તાલી દઉં



Credits
Writer(s): Mehul Surti, Saumya Joshi
Lyrics powered by www.musixmatch.com

Link