Swami Aavo Dada Aavo

સ્વામી આવો દાદા આવો નીરુમા આવો સંગાથે
આપ વિના કોણ પાર ઉતારે ભવસાગરથી તારે
સ્વામી આવો દાદા આવો નીરુમા આવો સંગાથે
આપ વિના કોણ પાર ઉતારે ભવસાગરથી તારે
સ્વામી આવો રે દાદા આવો રે નીરુમા આવો રે

જગત આખું ભડકે બળે દાવાનળની અગ્નિ મહીં
આપ કરુણા જળને છાંટી જગત અગનને ઠારો
ક્રોધ માન માયા ને લોભમાં લોકો બધાં ફસાયા છે
કેમ કરી છૂટાય આમાંથી એ મૂંઝવણને કાઢો
સ્વામી આવો રે દાદા આવો રે નીરુમા આવો રે
સ્વામી આવો દાદા આવો નીરુમા આવો સંગાથે
આપ વિના કોણ પાર ઉતારે ભવસાગરથી તારે
સ્વામી આવો દાદા આવો નીરુમા આવો સંગાથે
આપ વિના કોણ પાર ઉતારે ભવસાગરથી તારે

વેર ઝેર ઇર્ષા સ્પર્ધાથી લડી લડીને થાકી ગયા
અનંત સુખ પોતાની મહીં છે એને આવી ચખાડો
બીજો કોઇ આધાર નથી આપ શરણ એ આરો છે
આપ ચરણમાં શરણું આપી ભવ ભટકણથી ઉગારો
સ્વામી આવો રે દાદા આવો રે નીરુમા આવો રે
સ્વામી આવો દાદા આવો નીરુમા આવો સંગાથે
આપ વિના કોણ પાર ઉતારે ભવસાગરથી તારે
સ્વામી આવો દાદા આવો નીરુમા આવો સંગાથે
આપ વિના કોણ પાર ઉતારે ભવસાગરથી તારે
સ્વામી આવો રે દાદા આવો રે નીરુમા આવો રે



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link