Taroj Hun Bhavo Bhavno Runi

તારો જ હું ભવો ભવોનું ઋણી

તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ (૨)
પ્રત્યેક નયથી પરમ તૃપ્તિ જાણી સુચરણોનો આસ્વાદ તારો જ
આખરી આશા સજીવન મોતે પર ને પરાઈ જાણી
ઇચ્છાઆશા ભાવ ફળની ભવના ફળમાં પામી
કેવા બંધનો છેદી દીધા મારા વીર તારો જ
માત્ર આજ્ઞાનો આ મારગ પંચ પરમેષ્ટિ સુજાણ
અનન્ય પુણ્યોદય કે કાંઈ ના જાણું બંને એક સમાન
અલખ નિરંજન નિજ સ્થિરતાને કહ્યું તારો જ
સત્સંગ ખોળું સત્સંગ હોવા છતાં કેવી અજાયબ દશા
સત્યાસત્યની ખેંચ ને મૂકતાં સર્વત્ર ન્યાય જોયા
ચિદાનંદ રૂપે પૂર્ણ શિવોહમ્ હું તારો જ
એક એક શબ્દ પરમાર્થ શાસ્ત્ર હૃદય ભીતર વસિત
નીલકંઠી આ ક્ષમાપણું સુદર્શન સહિત
લઘુત્તમ ઉપયોગે ગુરુતમ મહીંલું વધ્યું તારો જ
કોઈએ અવસ્થામાં પૂર્ણ સ્થિરતા ક્યાંયે ના દીઠી
જ્ઞેય જાણી ને જ્ઞાતાપણું સ્થિર થયું પલ પલ
પલ પલ સ્થિરતા પરમોદ્ય અહો તારો જ
શ્વાસોના ફૂલોની માળા પહેરાવું તમને
પંચેન્દ્રીયના રસ રસાયણ અભોગી તન ને
સજીવન મુક્તિ આ એક સ્વયં સહજ તારો જ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link