Kadi Josho Na Koina Dosh

કદી જોશો ના કોઇના દોષ

કદી જોશો ના કોઈના દોષ નથી કોઈ દોષિત જગે (૨)
જોયું જ્ઞાનીએ જગ નિર્દોષ જોયું દાદાએ જગ નિર્દોષ
કદી જોશો ના કોઈના દોષ નથી કોઈ દોષિત જગે
અન્યના દોષ જોયે ખુદને છે અટકણ
અટકણ સે લટકણ લટકણ સે ભટકણ
હો દોષ જોનારો (૨) દોષિત ઠરે નથી કોઈ
ગત જ્ઞાન ભાવે ઘૂમતા ભમરડાં
ખુદના વીંટેલા જ આંટા ઉકલતા
હો વ્યવસ્થિતના (૨) ફેરવ્યા ફરે નથી કોઈ
નિજના જ દોષે છે પોતાને બંધન
બીજાના દોષ જોયે આજ્ઞા ઉલ્લંઘન
હો નહીં શુદ્ધાત્મા (૨) દોષિત ખરે નથી કોઈ
જગમાં જે ભોગવે તેની જ ભૂલ છે
કુદરતના જજના ફેંસલા અચૂક છે
હોકદી અન્યાય (૨) ના એ કરે નથી કોઈ
અક્રમ જ્ઞાન થકી ઉકલતા પઝલ
નિજના દોષ જોયે મહીં હળવા ફૂલ
હોનિર્દોષ જ (૨) શિવનારી વરે નથી કોઈ
જોયું જ્ઞાનીએ જગ નિર્દોષ જોયું દાદાએ જગ નિર્દોષ
કદી જોશો ના કોઈના દોષ નથી કોઈ દોષિત જગે



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link