Ananta Nu Bandha Nu

અનંતાનું બંધનનો
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો
ફરીથી ઝીણવટથી જોઇ નીકાલીનો નીકાલ થયો
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો

એક ભવનુ વ્યવસ્થિત આ ફરી ફરી તાલ બાજે નહીં
માટે પ્રમાદ તજી દઇને પરમ પુરુષાર્થ શરૂ કરી દે
અહંમથી ચેતી અહંમને મૂકી અહમ કોઇનો દુભાય નહીં
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો

જે તે જાણ્યું ને અનુભવીયું તે શબ્દોમાં સમાય નહીં
ભેદ વિજ્ઞાનીનો આ ભેદ સહજ સમાધિ વતાર્વે
રિયલમાં રહી રિલેટીવ જો રિલેટીવથી અલીપ્ત થયો
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો

વહી ગયો તે સમયનો સાર તારી મહીં અકબંધ છે
અનંત દર્શનનું વર્ણન શ્રી વીતરાગે કરેલું છે
કર્યુ તે શું બન્યું તે શું આ દર્શનથી જોઇને જો
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો

જે ઇચ્છા ઉભી થઇ સામે તેનું પ્રત્યાખ્યાન બાકી
જે સ્મૃતિ સામે આવી ઉભી તેનું પ્રતિક્રમણ બાકી
અંતરથી છુટતો મોહી આજ્ઞાકીત શિષ્ય આ જ ખરો
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો

સવાલોના સમાધાની તે જ્ઞાની પૂર્ણ જ પ્રત્યક્ષ
બીજું કઇ શોધમાં ભાઇ કાઢી લે કામ તારું અહીં
મનુષ્ય ભવનો આ સાર ફરી ફરી ક્યાયે મળશે નહીં
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો
ફરીથી ઝીણવટથી જોઇ નીકાલીનો નીકાલ થયો
અનંતાનું બંધનનો નીકાલી યોગ સામે આવ્યો
ફરીથી ઝીણવટથી જોઇ નીકાલીનો નીકાલ થયો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link