Mane Vitrag Prabhuni

મને વીતરાગ પ્રભુની
મને વીતરાગ પ્રભુની આસ બાકી બધું પરવાસ
મને જ્ઞાનીના શબ્દની આણ બીજું બધું અજ્ઞાન
મને વીતરાગ પ્રભુની આસ બાકી બધું પરવાસ
મને જ્ઞાનીના શબ્દની આણ બીજું બધું અજ્ઞાન

કેવો પ્રખર પુરુષ પાક્યો પુરુષાર્થ પ્રગટાવ્યો
લઘુ થઈ રહે દુનિયામાં વેદક વચલો રહ્યો
મને વીતરાગ પ્રભુની આસ

દષ્ટિ ચરમ ચક્ષુની ફરે મારી તો દર્શન કરે
શુભાશુભ વ્યવહારોમાં નિશ્ચયથી શુદ્ધ રહે
મને વીતરાગ પ્રભુની આસ

માનામાનના સ્પંદનોમાં અજ્ઞ ફરી આવ્યું
જગ માર જે ખઈને બેઠો તેને પરાયું થયું
મને વીતરાગ પ્રભુની આસ

મોહ વિષયનો માર બધો હિસાબ સ્થૂળનો હતો
સ્વાદાસ્વાદની ભટકણો અભોગી જાણી રહ્યો
મને વીતરાગ પ્રભુની આસ

સર્વે સંગી ક્રિયાઓના પ્રતિક્રમણો વહી રહ્યાં
નમી નમીને જીવનસાથી મોક્ષાર્થી મિત્ર રહ્યાં
મને વીતરાગ પ્રભુની આસ

દાદા ભગવાન મહીલા મારાં જાગજો પંચન જીવોમાં
સત્યમ શીવમ સુંદરમ્ જ્યાં વીતરાગ મારગ ત્યા
મને વીતરાગ પ્રભુની આસ બાકી બધું પરવાસ
મને જ્ઞાનીના શબ્દની આણ બીજું બધું અજ્ઞાન
મને વીતરાગ પ્રભુની આસ બાકી બધું પરવાસ
મને જ્ઞાનીના શબ્દની આણ બીજું બધું અજ્ઞાન
મને વીતરાગ પ્રભુની આસ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link