Anand Anand Ubhray

આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય

એમનો પ્રેમ ભરપૂર ઝળકે વીતરાગી નૂર
એમનું હાસ્ય છલકે ને જગ વિસ્મૃત થાય
એમનો પ્રેમ ભરપૂર ઝળકે વીતરાગી નૂર
એમનું હાસ્ય છલકે ને જગ વિસ્મૃત થાય
એમની દષ્ટિ મળે ને સૌના દિલડા ડોલે
આખો દહાડો બસ એ જ નિદિધ્યાસનમાં જાય
એમની દષ્ટિ મળે ને સૌના દિલડા ડોલે
આખો દહાડો બસ એ જ નિદિધ્યાસનમાં જાય

સંસારના સૌ ઘા રૂઝાય અંતર ઠરતું ઠરતું જાય
સુખો જગના એક ઝાટકે વિલા મૂકાય
સંસારના સૌ ઘા રૂઝાય અંતર ઠરતું ઠરતું જાય
સુખો જગના એક ઝાટકે વિલા મૂકાય
સુખો જગના એક ઝાટકે વિલા મૂકાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય

એમની કરુણાના નીર વરસે સૌ પર નિશ દિન
જ્યાં જ્યાં પગલાં પડે ત્યાં ચોથો આરો સર્જાય
એમની કરુણાના નીર વરસે સૌ પર નિશ દિન
જ્યાં જ્યાં પગલાં પડે ત્યાં ચોથો આરો સર્જાય
એમની દષ્ટિથી મોક્ષ એમના ચરણોમાં મોક્ષ
એમને જોઈ જોઈને મોક્ષ સ્વરૂપ થવાય
એમની દષ્ટિથી મોક્ષ એમના ચરણોમાં મોક્ષ
એમને જોઈ જોઈને મોક્ષ સ્વરૂપ થવાય

અહો સુલભ આવો મોક્ષ ક્યાંયે ભાળ્યો નહીં દોસ્ત
હસતા રમતા કેવળનાં પગથિયાં ચડાય
અહો સુલભ આવો મોક્ષ ક્યાંયે ભાળ્યો નહીં દોસ્ત
હસતા રમતા કેવળનાં પગથિયાં ચડાય
હસતા રમતા કેવળનાં પગથિયાં ચડાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
આનંદ આનંદ ઉભરાય હૈયુ ઝાલ્યું ના ઝલાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય
જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link