Saibabani Aarti

સાંઇબાબાની આરતી

જય સાંઈબાબા ૐ શ્રી સાંઈબાબા
આરતી નિત્ય ઉતારી પામું આશિષ કૃપા ૐ શ્રી સાંઈબાબા
સંત પુરુષ છો સાચા નિર્મળ ચિત્તધારી (સાંઈ)
ભક્તિ તુજ કરવાથી ચિત્તશુદ્ધિ થાતી ૐ શ્રી સાંઈબાબા
લોકકલ્યાણની ભાવના રગે રગ ભાવી (સાંઈ)
વિઘ્નો જગ કલ્યાણે સાંઈ દ્યો ટાળી ૐ શ્રી સાંઈબાબા
મિથ્યા શ્રદ્ધા જીવોને ભટકાવે ચૌગતિ (સાંઈ)
શ્રદ્ધા સમ્યક્ જગાવો જ્ઞાની શરણે લાવી ૐ શ્રી સાંઈબાબા
કલ્યાણ મિશન દાદા કેરું વિશ્વે સ્થાપે શાંતિ (સાંઈ)
આપો પ્યોરિટી શક્તિ નિમિત્ત સહુ રક્ષી ૐ શ્રી સાંઈબાબા
પૂરા કરાવો દાદાઈ પ્રોજેક્ટો ભગવદ્ સંકેતો આપી (સાંઈ)
રાખીએ દષ્ટિ આત્મિક જ્ઞાની આજ્ઞા પાળી ૐ શ્રી સાંઈબાબા
જ્ઞાની ને સંત પુરુષો ઠારો જગ અગ્નિ (સાંઈ)
આરાધન તુજ કરતાં લેજો શરણે સ્વામી ૐ શ્રી સાંઈબાબા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link