Parmanu Puran Galan

પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય

અસ્પર્શ પરમાણુ છતાં ભ્રાંતે કર્યા લેપાય
અવ્યાબાધ અસંગ સદા દાદે ગહન પમાય
જેનું જેનું પૂરણ કર્યું ગલન અવશ્યે થાય
નહીં તો આફરો પેટે રહે મૂત્રપિંડી છલકાય મૂત્રપિંડી છલકાય મૂત્રપિંડી છલકાય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય

મન માંકડ મટકાં કરે તેય પૂરણનું જ ગલન
કામ ક્રોધ માયા લોભ ભરેલ કોઠી ઠલવાય
અગ્નિ ભાળે આંખ જો શીદ કરી દઝાવાય
અક્કરમી પાડે બૂમો દાઝયો દાઝયો સદાય દાઝયો દાઝયો સદાય દાઝયો દાઝયો સદાય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય

તેથી ઊભો ભવસાગર તરે ના તરાય
દાદા મોક્ષ વહાણે કિનારે જ પહોંચાય
મૂળ વિશ્રસા પરમાણુ શુદ્ધ અસલ સ્વભાવ
ભ્રાંતે ખેંચ્યા તન્મયે પ્રયોગસા પરિણામ પ્રયોગસા પરિણામ પ્રયોગસા પરિણામ
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય

યોજના બંધે બાંધિયા પ્રયોગસા આવરણ
ફળ સન્મુખે મિશ્રસા થાયે સર્વ ગલન
મૂળ સ્વરૂપે વિશ્રસા ચક્કર ચાલુ કાયમ
સ્વ પર ભેદે ભાળતા મુક્ત રહે સ્વયમ્ મુક્ત રહે સ્વયમ્ મુક્ત રહે સ્વયમ્
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય

સદા કર્ર્તા પુદ્ગલ સક્રિય ચેતન જ્ઞાતા દ્રષ્ટા માત્ર
જોનારો કર્તા નહીં ના જુએ તે કર્તા પાત્ર
નાક ઘડે આત્મા નહીં પુદ્ગલ પરમાણુ ખેંચાય
સહુ સહુની એ આકૃતિ નહીં તો બીબા સમ ઢળાય બીબા સમ ઢળાય બીબા સમ ઢળાય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય

વિભાવિકના વૈભવે વીંટાયો વિકરાળ
ક્રોધ માન માયા લોભ આત્મતણા વ્યતિરેક
સ્વભાવિક આત્માતણા મૂળ ગુણ અનંત
જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ ટંકોત્કીર્ણ અસંગ ટંકોત્કીર્ણ અસંગ ટંકોત્કીર્ણ અસંગ
પરમાણુ પૂરણ ગલન શુદ્ધાત્મા શાશ્વત અવ્યય
પુદ્ગલ બાજી જાય જીતી લક્ષ ચૂકે ના પલ સમય
પરમાણુ પૂરણ ગલન
પરમાણુ પૂરણ ગલન
પરમાણુ પૂરણ ગલન



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link