Dada Darshan Ni Unchi Atariye

દાદા દર્શનની ઊંચી અટારીએ

દાદા દર્શનની ઊંચી અટારીએ સીમંધર સ્વામી બિરાજે રે (૩)
મહાત્માના ભાવથી પ્રસન્ન સ્વામી સ્નેહલ સ્મિત રેલાવે રે દાદા દર્શનની
અમીયલ નજરે નિરખતા સ્વામી કરુણા વારિ વરસાવે રે
કુંડળ મુકુટ કેરી શોભા અનેરી હૈયાં હરખી જાયે રે (૨) દાદા દર્શનની
ચંદ્ર સૂરજને તારા અવકાશે સ્વામી સ્વરૂપને નિરખે રે
શાસન રક્ષક દેવ દેવીઓ સહુ સ્વામીના શરણાં શોભાવે રે (૨) દાદા દર્શનની
સત્સંગ સામાયિક સ્વામીના ચરણે સ્વરૂપ આવરણ હટાવે રે
કોટી નમણ્યું દાદાની સાક્ષીએ સદા શરણમાં રાખજો રે (૨) દાદા દર્શનની



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link